Advertisement
Author: નોબત સમાચાર

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોકલાવેલા સૂચનો પૈકી કેટલાક સૂચનોનો સ્વીકાર

કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા

જામનગર તા. ૧૧: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્રતિ વર્ષ કેન્દ્રિય બજેટ અંગે નાણા મંત્રીને પ્રિ-બજેટ સૂચનો મોકલવામાં આવે છે. જામનગર ચેમ્બર દ્વારા આ વર્ષે પણ વિવિધ સૂચનો મોકલવામાં આવેલ હતાં. જે પૈકી અમુક સૂચનો સરકારના નાણા મંત્રી દ્વારા ધ્યાને લેવામાં આવેલ છે.

પગારદાર કરદાતાઓને સ્ટાન્ડર્ડ ડીડકશનની મર્યાદામાં કરવામાં આવેલ વધારો, ભાગીદારી પેઢીના  ભાગીદારોને ચૂકવવામાં આવતા મહેનતાણાને ખર્ચ તરીકે મળવાપાત્ર રકમની મર્યાદામાં કરવામાં આવેલ વધારો,, જૂના આવક વેરાના કેસોના નિકાલ મટો વિવાદ સે વિશ્વાસ ર.૦ની યોજના અમલમાં લાવવામાં આવશે. સેકશન ર૦૬ હેઠળ સ્ક્રેપના વેચાણ પર કરવા પત્ર ૧ ટકા ટીસીએસ માટે સરકારે ચેરમેન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ ને છૂટછાટ માટે સતા આપવામાં આવેલ. ટીડીએસના મોડા પેમેન્ટ માટે થતી કાયદાકીય કાર્યવાહીમાં રાહત આપવામાં આવેલ, તેમજ રોકાણકારો માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન માટેની સમય મર્યાદામાં ઘટાડાની રજૂઆતને સરકાર દ્વારા આપવામાં આવેલ માન્યતા, લિસ્ટેડ શેરના લોંગ ટર્મ કેપિટલ ગેઈનની કરમુકત આવકની મર્યાદામાં કરવામાં આવેલ વધારો, અવસાન પામેલ કર્મચારીઓના પરિવારને મળવાપાત્ર ફેમિલી પેન્શનની કરમુકત આવકમાં કરવામાં આવેલ વધારો તથા જાહેર ટ્રસ્ટોને ૧ર એ ના નોંધણીમાં વિલંબને પ્રામાણિક કારણસર માન્ય રાખવાની સતા પ્રિન્સિપાલ ચીફ ઈન્કમ ટેકસ અધિકારીને આપવામાં આવેલ છે. જામનગર ચેમ્બર દ્વારા મોકલવામાં આવેલ બજેટ અંગેના સૂચનોને ધ્યાને લેવામાં આવેલ છે જેનાથી વેપારીઓ ઉદ્યોગકારો તથા સામાન્ય કરદાતાઓને ફાયદો થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh