Advertisement
Author: નોબત સમાચાર

પાર્કિંગ પ્લેસ માટે થયેલા ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા ઈમ્પેક્ટ ફીના નવા દરો જાહેર

વિધાનસભામાં પસાર કરાયેલા ગુજરાત રેગ્યુુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (ગૃડા) હેઠળ

ગાંધીનગર તા. ૧૧: રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફીના નવા દરો જાહેર કર્યા છે. પાર્કિંગ સ્પેસના અભાવે વાહનો રોડ-શેરીમાં પાર્ક કરાય છે. તેથી બિલ્ડીંગના પાર્કિંગ સ્પેસમાં ગેરકાયદે બાંધકામને રેગ્યુલરાઈઝ કરવા સરકારે ફીના ધોરણો જાહેર કર્યા છે.

ગુજરાત સરકારે ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીના દરો જાહેર કર્યા છે. જે ભરીને કોઈપણ પોતાનું ગેરકાયદે બાંધકામ નિયમિત કરી શકશે. એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ગુજરાત રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી લાદીને ગેરકાયદે પાર્કિંગની જગ્યાઓને કાયદેસર બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય મકાનમાલિકોને રાહત આપશે. ખાસ કરીને કોમર્શિયલ સંકુલો કે જેમણે બેઝમેન્ટ પાર્કિંગ વિસ્તારોને દુકાનો અને ઓફિસોમાં રૂપાંતરિક કર્યા છે.

ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ બિલ-ર૦રર પાર્કિંગ હેતુઓ માટે ઈમ્પેક્ટ ફી માળખાની રૂપરેખા આપે છે. રહેણાંક વિસ્તારો માટે ર૦૦ ચોરસ મીટર સુધીના ગેરકાયદે પાર્કિંગ માટે ચક્રવૃદ્ધિ ફી રૂ.  પ,૦૦૦ પ્રતિચોરસ મીટર છે, જ્યારે વ્યાપારી વિસ્તારો માટે તે પ્રતિચોરસ મીટર રૂ.  ૧૦,૦૦૦ ના દરે બમણી છે.

ર૦૦ થી પ૦૦ ચોરસ મીટર વચ્ચેના વિસ્તારો માટે રેસિડેન્શિયલ માટે દર ચોરસ મીટર દીઠ રૂ.  ૬,૦૦૦ અને કોમર્શિયલ માટે રૂ.  ૧પ,૦૦૦ પ્રતિચોરસ મીટર છે. પ૦૦ ચોરસ મીટરથી વધુની ગેરકાયદેસર પાર્કિંગની જગ્યાઓ માટે રહેણાંક માટે પ્રતિચોરસ મીટર રૂ.  ૭,પ૦૦ અને કોમર્શિયલ માટે રૂ.  ર૦,૦૦૦ પ્રતિચોરસ મીટર છે.

આ દરો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં લાગુ પડે છે. શહેરી/વિસ્તાર વિકાસ સત્તાવાળાઓ માટે ફી મૂળ દરોના ૭પ ટકા છે, નગરપાલિકા વિસ્તારો માટે તે ૬૦ ટકા છે અને અન્ય વિકાસ વિસ્તારો માટે તે પ૦ ટકા છે.

અમદાવાદમાં ઘણી જુની ઈમારતો ખાસ કરીને સીજી રોડ જેવા વિસ્તારોમાં, પાર્કિંગની નિયુક્ત જગ્યાઓનો અભાવ છે, જ્યારે પ્રારંભિક યોજનાઓમાં ઘણીવાર બેઝમેન્ટ પાર્કિંગનો સમાવેશ થતો હતો. ત્યારે આ જગ્યાઓને વ્યવસાયિક ઉપયોગમાં રૂપાંતરિત કરવામાં આવી છે. એએમસી એ અગાઉ પાર્કિંગ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી, પરંતુ તેણે આ પગલાંનો સતત અમલ કર્યો નથી. નવી જોગવાઈઓ આ માળખાને કાયદેસર બનાવશે.

ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ ડિસેમ્બર ર૦રરમાં રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. સરકારે બિલ રજૂ કર્યું હતું. જેમાં નોંધ્યું હતું કે, એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આઠ મોટા શહેરોમાં લગભગ ૪ર ટકા ઈમારતો અને ૧પ૬ નગરપાલિકાઓમાં ૮૭ ટકા ઈમારતોમાં ફરજિયાત બિલ્ડીંગ ઉપયોગ અથવા બીયુ પરવાનગીનો અભાવ છે.

આ અધિનિયમનો ઉદ્દેશ્ય વ્યાપક વિસ્થાપન અને આજીવિકાના નુક્સાનને રોકવાનો છે જે બીયુ પરમીટ વિના ઈમારતો તોડી પાડવાથી પરિણમશે. મિલકતના માલિકો પાસેથી વસૂલવામાં આવતી ઈમ્પેક્ટ ફી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં ફાળવવામાં આવશે. આ ફંડનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, ફાયર સેફ્ટી સિસ્ટમ લાગુ કરવા અને વધારાના પાર્કિંગ બનાવવા માટે કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh