Advertisement
Author: નોબત સમાચાર

સોયલ નજીક ઊંડ નદીના કાંઠે જાંબુડા ગામના યુવાનનો મળી આવ્યો મૃતદેહ

વધુ પડતું પાણી અથવા દવા પીવાથી મૃત્યુ થયાનું તારણઃ

જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતા એક યુવાન માનસિક બીમારીથી ત્રસ્ત બની ગયા હતા. આ યુવાન સોમવારે પોતાના ઘરેથી નીકળ્યા પછી સોયલ નજીક ઉંડ નદીના પટ પાસેથી ઝેરી દવા અથવા વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા છે. ધ્રોલ પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામના રહેવાસી મનોજભાઈ મોમલાભાઈ માટીયા (ઉ.વ.૨૯) નામના ભરવાડ યુવાન છેલ્લા બેએક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. તેઓને સારવાર અપાવવામાં આવી રહી હતી.

આમ છતાં મનોજભાઈની માનસિક પરિસ્થિતિ ડામાડોળ રહેતી હોવાના કારણે સોમવારે આ યુવાન પોતાના ઘરેથી નીકળી ગયા હતા. તે પછી સોમવારે સાંજે છએક વાગ્યે તેઓ રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામના ઉંડ નદીના કાંઠા પાસેથી બેશુદ્ધ જેવી હાલતમાં મળી આવ્યા હતા.

આ યુવાનને સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તેઓનું કોઈ ઝેરી દવા પી લેવાથી અથવા વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે મૃતકના નાનાભાઈ રામભાઈ માટીયાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh