Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળી-નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને
જામનગર તા. ૧૧: જામનગર શહેર, જામનગર તાલુકા તથા કાલાવડ તાલુકા વિસ્તારમાં આગામી દિવાળી-નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેંચાણ માટે પરવાનાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમૂનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી જામનગર શહેરી વિસ્તાર માટે મામલતદાર, જામનગર (શહેર)ની કચેરીમાં તેમજ જામનગર તાલુકા માટે મામલતદાર કચેરી (ગ્રામ્ય) મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૂસેકશન રોડ, જામનગર તથા કાલાવડ તાલુકા માટે મામલતદાર કચેરી, કાલાવડમાં તા. ૧૧-૧૦-ર૦ર૪ સુધીમાં રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે.
આ અંગેના અરજી ફોર્મ સંબંધિત મામલતદારની કચેરીમાંથી મળી શકશે. તા. ૧૧-૧૦-ર૦ર૪ બાદ રજૂ થયેલ ફટાકડા સંગ્રહ-વેંચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈપણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહીં. જેની પણ સંબંધકર્તાઓએ નોંધ લેવી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે તે બાબત ધ્યાને લેવા પણ મામલતદારની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial