Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં વારંવાર વિક્ષેપઃ
જામનગર તા. ૧પઃ જામનગર શહેરને હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે અને ૪૦ મિનિટ પાણી આપવામાં આવે છે.
આ વર્ષે ચોમાસું ખેંચાતા અને શહેરને પાણી પૂરૃં પાડતા મુખ્ય સ્ત્રોતો-જળાશયોમાં હવે માંડ ૧પ-ર૦ દિવસ સુધી ચાલે તેટલો જથ્થો હોવાનું સત્તાવારરીતે જાહેર થયું છે અને નર્મદાના પાણીનો વધુ જથ્થો મેળવવા, જળાશયોને સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણીથી ભરવા માટે પણ મનપા દ્વારા માંગણી કરી દેવામાં આવી છે.
આમ અત્યારે તો તંત્ર અને નગરજનો સંભવિત પાણીની તંગી અંગે ભારે ચિંતામાં મૂકાય ગયા છે.
આવી સ્થિતિમાં છેલ્લા અઠવાડિયામાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાની-મોટી અને ક્યાંક પાણીની મુખ્ય પાઈપલાઈનો તૂટવાના બનાવો બની રહ્યા છે અને પરિણામે શહેરના વિસ્તારોમાં વારાફરતી એક-એક દિવસનો પાણીનો કાપ જાહેર કરી દેવાય છે.
પાણીની સમસ્યા અંગે પ્રજામાં ઉહાપોહ ના થાય તે માટે તંત્ર પણ લાઈનો તૂટવાના, વીજપુરવઠો ખોરવાઈ જવાના જેવા બહાના કે કારણો સાથે પરિસ્થિતિનો સામનો કરે છે. આમ છતાં હાલ તો પાણી વિતરણ વ્યવસ્થામાં એકાંતરે પાણી આપવામાં વિક્ષેપ પડી રહ્યો છે. વરસાદ ખેંચાવાના કારણે તમામ ફરતેના વિસ્તારો સિવાયના વિસ્તારોમાં ડંકી-બોર પણ ડૂકી રહ્યા હોય, લોકોને પાણી માટે અત્યારથી જ મુશ્કેલી પડી રહી છે.
ચોમાસાના વિલંબના સમયે તંત્ર દ્વારા કમ-સે-કમ લાઈનો ન તૂટે, અન્ય કોઈ ફોલ્ટ ન સર્જાય અને વીજપુરવઠો નિયમિત મળતો રહે તેવી ચોક્કસાઈ સાથેની વ્યવસ્થા તો કરવી જ જોઈએ.
બાકી ભાજપના શાસકો અને ધારાસભ્યો, સંસદ સભ્યએ પાણીની તંગી ન સર્જાય તે માટે નર્મદાનું પાણી પર્યાપ્ત જથ્થામાં તાકીદે મળતું થાય અને જળાશયોમાં ઠલવાય તે માટે રાજ્ય સરકારમાં ભારપૂર્વક અને પરિણામલક્ષી રજૂઆત કરવી પડશે, અને આ નેતાઓની રજૂઆતને રાજ્ય સરકાર જામનગરની આઠ લાખની પ્રજાને પાણીની તકલીફ ના પડે તે માટે કેટલો ત્વરિત નિર્ણય લ્યે છે તે જોવાનું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial