Advertisement
Author: નોબત સમાચાર

માછીમારોને નિયમોનું પાલન કરવા, દરિયાઈ સુરક્ષામાં સહયોગની અપીલ

ઓખામાં ફીશરમેન અવેરનેસ કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૫: ઓખામાં આવેલી સીરાજી જેટીમાં ગઈકાલે પોલીસ, મરીન ટાસ્કફોર્સ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ તથા આઈએનએસ દ્વારા ફીશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઓખામાં આવેલા આર.કે. બંદર સ્થિત સીરાજી જેટી પર પોલીસ દ્વારા માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એમટીએફના ડીવાયએસપી પારેખ, ઓખાના પીએસઆઈ કે.એમ. જાડેજા, એનડીઆરએફના બાલન્દરસિંગ સહુ, ઓખા કોસ્ટગાર્ડના વિકાસ યાદવ, ફીશરીઝના મકવાણા, આઈએનએસ-દ્વારકાના અંકિતકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં વરસાદી વાતાવરણ હોવાથી દરિયામાં વધારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે માછીમારી માટે ન જવા સૂચન કરવામાં આવ્યું હતું અને ૧૮ વર્ષથી નીચેની વયના વ્યક્તિઓને માછીમારીમાં સાથે ન લઈ જવા જણાવવા ઉપરાંત શંકાસ્પદ બોટ અંગે માહિતી આપવા અપીલ કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh