Advertisement
Author: નોબત સમાચાર

સાડાચારસો કિ.મી.ની પદયાત્રા પછી 'કિસાન સંઘ'ના ખેડૂતો દ્વારકાધીશના શરણે

જમીન સંપાદન તથા વીજ ટ્રાન્સમિશન લાઈનના મુદ્દે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧પઃ જમીન સંપાદન અને વીજ ટ્રાન્સમિશન લાઈનના મુદ્દે ખેડૂતોના હક્કો માટે શરૂ કરાયેલી 'કિસાન સંઘ'ની આશરે ૪પ૦ કિલોમીટરની પદયાત્રા ૧૯ દિવસ પછી દ્વારકા પહોંચી હતી. વ્રજવાણીથી પ્રસ્થાન કરેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં. દ્વારકાના મુખ્ય માર્ગો પર પસાર થયેલી યાત્રા દરમિયાન ખેડૂતોએ સરકાર, વીજ કંપનીઓ તેમજ ખાનગી કંપની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જગત મંદિરમાં પહોંચેલા ખેડૂતોએ દ્વારકાધીશના ચરણોમાં પોતાની વેદના રજૂ કરી ધ્વજાજી સાથે આવેદનપત્ર અર્પણ કર્યું હતું. ખેડૂતોનું કહેવું હતું કે, તેમની ખેતીની જમીન સંપાદન અને વીજ લાઈનના થાંભલા ઊભા કરવાની પ્રક્રિયામાં પૂરતું વળતર આપવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક અને માનસિક નુક્સાન સહન કરવું પડી રહ્યું છે.

આ પ્રસંગે કિસાન સંઘના અગ્રણી પાલભાઈ આંબલિયાએ સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરોમાં નહીં, પરંતુ તેમની છાતીમાં થાંભલા ખોડવામાં આવી રહ્યા છે. તેમણે ખેડૂતોની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે, વિકાસના નામે ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવી રહી છે.

ખેડૂત આગેવાનોએ માંગણી કરી હતી કે જમીન સંપાદન બદલ બજાર ભાવના ચાર ગણા વતળર ચૂકવવામાં આવે અથવા અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને રૂ।. પ૦ હજારનું ભાડું આપવામાં આવે. ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઈનના દરેક થાંભલા દીઠ રૂ।. ર કરોડનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી.

કિસાન સંઘના આગેવાનોએ ખાનગી કંપની સહિત સંબંધિત વીજ કંપનીઓ સામે પણ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતોને નુક્સાન પહોંચાડતી નીતિઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ વધી રહ્યો છે. સમગ્ર પદયાત્રા દરમિયાન ખેડૂતોએ દ્વારકાધીશ સમક્ષ ન્યાયની પ્રાર્થના સાથે પોતાના અધિકારો માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh