Advertisement
Author: નોબત સમાચાર

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગકારો માટે ઈન્ડસ્ટ્રી ૪.૦ અંગે માર્ગદર્શનનો સેમિનાર

નેશનલ પ્રોડકિટવિટી કાઉન્સીલ તથા જામનગર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સીલ ના સંયુક્ત ઉપક્રમે અને ક્રીશ કન્સલ્ટન્ટસી ના સંકલન હેઠળ જામનગરના ઉદ્યોગકારો માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ એક મહત્ત્વપૂર્ણ પગલારૂપે ઇન્ડસ્ટ્રી ૪.૦ રોડશો  જામનગર નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જામનગર ચેમ્બરના પ્રમુખશ્રી રમણીકભાઈ અકબરીના પ્રેરક સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી જેમાં તેઓએ ચેમ્બર નો પરિચય આપી સાથે દેશના વડાપ્રધાનના વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વનને સાકાર કરવા અને દેશને ડિઝિટલ દિશા તરફ લઈ જવા અને ટેક્નોલોજીને અપનાવી આપણા વેપાર-ઉદ્યોગને નવી દિશા આપવા આહ્વાન કરેલ હતું. ત્યારબાદ ક્રીશ કન્સલ્ટનસીના સ્થાપક અને સીઈઓ, વૈશાલી પારેખે આ સેમિનારનો ઉદેશ્ય સરળ રીતે રજુ કર્યો હતો. તે સાથે શ્રી ચંદન ચૌધરી, ડેપ્યુટી મેનેજર, એનપીસી દ્વારા એમએસએમઈ આ યોજનાનો લાભકેવી રીતે મેળવી શકે તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ આ સ્કીમના પ્રોજેકટ મેનેજર શ્રી સાગર પંચાલ દ્વારા સીમકીટ ડિવાઈસની માહિતી આપવામાં આવી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ ભારત સરકારની આરએએમપી યોજના હેઠળ અમલમાં મૂકાયેલા 'સ્કેલીંગ અપ ઈન્ડસ્ટ્રી ૪.૦ ટ્રાન્સફોર્મેશન ઈન ગુજરાત મેન્યુફેકચરીંગ સેક્ટર' પ્રોજેક્ટનો એક ભાગ હતો. જેનો મુખ્ય હેતુ એમએસએમઈએસને ઈન્ડસ્ટ્રી ૪.૦ ટેક્નોલોજી તરફ પ્રેરિત કરવો અને તેમને આધુનિક બનાવવાનો છે.

કાર્યક્રમમાં ઉદ્યોગકારો, મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ અને ટેક્નોલોજી પાર્ટનર્સની નોંધપાત્ર હાજરી જોવા મળી. કાર્યક્રમ દરમિયાન ૈંહઙ્ઘેજંિઅ ૪.૦ વિષયક નિષ્ણાતો દ્વારા વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ડિજિટલાઇઝેશન, ર્ઙ્મ્, ઓટોમેશન અને ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયાઓનો સમાવેશ થયો.

આ ઉપરાંત, પસંદ કરાયેલા એમએસએમઈએસ માટે પ્રોજેકટ હેઠળ આઈઓટી ડિવાઈસ (સીમકીટ) મફત સ્થાપિત કરવાની વિશેષ સુવિધા પણ જાહેર કરવામાં આવી, જે ઉદ્યોગોને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધવામાં મદદરૂપ થશે. ગુજરાતના એમએસએમઈએસને વૈશ્વિક સ્પર્ધામાં આગળ લાવવા અને ટેક્નોલોજી દ્વારા કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે. કાર્યક્રમમાં હાજર ઉદ્યોગકારોએ આ પહેલને ખૂબ જ ઉપયોગી ગણાવી અને ઈન્ડસ્ટ્રી ૪.૦ અપનાવવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચેમ્બરના માનદ મંત્રી કૃણાલભાઈ વી. શેઠે તેમજ કાર્યક્રમના અંતે ચેમ્બરના માનદ ખજાનચી તુષારભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh