Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રાઘવજીભાઈ સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ
જામનગર તા. ૧૫: ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિને ધ્રોલમાં માનવતા મહેકી ઉઠી હતી અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ભાણજી ભીમજી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખના આયોજનને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવાના વિવિધ કાર્યો અને રક્તદાન કેમ્પોની સરવાણી વહી રહી છે, ત્યારે ધ્રોલ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા આદરણીય નરેશભાઈ પટેલના જન્મદિવસા મંગલ અવસરે ધ્રોલમાં સેવાના યજ્ઞ સમાન એક વિશાળ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્વજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' માં રક્તદાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ લોકઉપયોગી અને માનવતાવાદી કાર્ય માટે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ પટેલ ભાણજી ભીમજી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ રાઘવજીભાઈ પટેલ પરિવારે ખાસ સૌજન્ય પૂરું પાડ્યું હતું.
હોસ્પિટલોમાં લોહીની અછત ન સર્જાય અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવા શુદ્ધ આશયથી યોજાયેલા આ કેમ્પમાં પાટીદાર સમાજ સહિત તમામ વર્ગના ભાઈ-બહેનો અને ખાસ કરીને યુવાનોએ મોટી સંખ્યામાં આવીને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સુરેશ ગોસાઈ, ધ્રોલ તાલુકા સંગઠન પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, દિનેશભાઇ દોંગા ખોડલધામ ટ્રસ્ટ જામનગર, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ લીંબાસીયા, મહામંત્રી મહેશભાઈ ચીખલીયા, મહેશભાઈ સોરઠીયા ઉદ્યોગપતિ, રસીકભાઇ ભંડેરી, મનસુખભાઈ ચભાડીયા, વિજય સોજીત્રા, વિજયભાઈ મુંગરા સહિતના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા અને રક્ત દાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial