Advertisement
Author: નોબત સમાચાર

ભારત અને બ્રિટન વચ્ચેનું ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ આજથી લાગુ

આ કરારથી ભારતની લગભગ ૯૯ ટકા નિકાસને ઝીરો ડયુટી માર્કેટ એકસેસ મળશે અને ઘણાં ફાયદા થશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૫: ભારત અને બ્રિટન વચ્ચે થયેલુ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ આજથી લાગુ થઈ જતા ભારતની ૯૯ ટકા નિકાસને ઝીરો ડયુટી માર્કેટ એકસેસ મળશે, જેથી ઘણાં ફાયદા થશે. ભારત અને બ્રિટન વચ્ચે થયેલા કરારો મુજબનું ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ આજથી લાગુ થતા ભારતની  ૯૯ ટકા નિકાસને ઝીરો, ડયુટી માર્કેટ એકસેસ થશે, તે ઉપરાંત ઘણી ચીજવસ્તુઓ સસ્તી થશે અને માર્કેટ તથા વ્યાપારક્ષેત્રના ઘણાં ફાયદા થશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ભારત અને બ્રિટન વચ્ચે આજે બુધવારથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) લાગુ થયો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તેને ભારત-બ્રિટન સંબંધોમાં મહત્ત્વપૂર્ણ પડાવ ગણાવ્યો. આ કરારથી ભારતના લગભગ ૯૯% નિકાસને ઝીરો-ડ્યુટી માર્કેટ એક્સેસ મળશે.

ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ઉદ્યોગોને ફાયદો થશે. ભારત-બ્રિટન વચ્ચેનો વેપાર ૨૦૩૦ સુધીમાં બમણો કરવાનો લક્ષ્યાંક છે.બ્રિટિશ સરકાર તરફથી આ ઈન્ડિયા-યુકે એફટીએને ભારત સાથે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવવામાં આવ્યો, તો બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ એફટીએને ભારત-બ્રિટન સંબંધોમાં એક મહત્વપૂર્ણ પડાવ ગણાવતા આ ડીલને એક મોટી આર્થિક કૂટનૈતિક જીત કહી છે.

આ સાથે જ તેમણે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના ફાયદા પણ ગણાવ્યા છે. પીયુષ ગોયલે સોશિયલ મીડિયા પર બ્રિટિશ સમકક્ષને ઉદેશીને એક પોસ્ટ કરતા લખ્યું છે કે, આપણે સાથે મળીને એક મજબૂત અને ઈનોવેશન- આધારિત ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જે આવનારી પેઢીઓ માટે વિકાસ, રોકાણ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે.

પીયૂષ ગોયલે પોતાની પોસ્ટમાં ભારત-બ્રિટન એફટીએ ના ફાયદા પણ ગણાવ્યા અને લખ્યું કે, આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતના લગભગ ૯૯% એક્સપોર્ટ માટે ઝીરો-ડ્યુટી માર્કેટ એક્સેસ મળી ગયું છે, જેમાં ટ્રેડ વેલ્યુનો લગભગ ૧૦૦% હિસ્સો સામેલ છે.

બ્રિટન સાથેનો આ વેપાર કરાર આપણા ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, દરિયાઈ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, પ્રોસેસ્ડ ફૂડ, એમએસએમઈ, ખેડૂતો અને ઉત્પાદકો માટે મોટી તકો ઊભી કરે છે. આ સાથે જ તે આપણા આઈટી, પ્રોફેશનલ, ફાઇનાન્સિયલ, એજ્યુકેશન અને બિઝનેસ સર્વિસ સેક્ટર માટે પણ નવા રસ્તાઓ ખોલે છે. સોશિયલ સિક્યોરિટી પરનો કરાર બંને દેશો વચ્ચેની આ ભાગીદારીને વધુ મજબૂત કરે છે. આ કરાર કામચલાઉ અસાઇનમેન્ટ પર કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને ૫ વર્ષ સુધી બેવડા સોશિયલ સિક્યોરિટી કન્ટ્રિબ્યુશનમાંથી મુક્તિ આપે છે, જેનાથી ભારતીય વર્કફોર્સની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધે છે, તેવો પ્રતિભાવ પિયુષ ગોયલે આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતે એફટીએ દ્વારા બ્રિટનમાં થતી પોતાની મોટાભાગની નિકાસ પર શુલ્ક-મુક્ત પહોંચ મેળવી લીધી છે, તો બીજી તરફ તેણે પોતાની ૮૯.૫% ટેરિફ લાઈનો ખોલી છે, જે બ્રિટિશ નિકાસના ૯૧% હિસ્સાને કવર કરે છે. જો કે, બ્રિટનની નિકાસના માત્ર ૨૪.૫% હિસ્સાને જ તાત્કાલિક ટેરિફ ફ્રી પહોંચ મળશે.

તેમણે ડેરી, અનાજ, બાજરી, કઠોળ, ખાદ્ય તેલ, સફરજન, સોનું, આભૂષણો, લેબ પ્રોડ્યુસ્ડ હીરા, સ્માર્ટફોન, ઓપ્ટિકલ ફાઈબર, મહત્ત્વપૂર્ણ ઉર્જા ઉત્પાદનો અને દરિયાઈ જહાજો જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ યાદીમાંથી બહાર રાખ્યા છે.

ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપાર હાલમાં ૫૬ અબજ ડોલરનો છે, બંને દેશોનો લક્ષ્યાંક ૨૦૩૦ સુધીમાં તેને બમણો કરવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh