Advertisement
Author: નોબત સમાચાર

હોર્ન વગાડવા બાબતે પુત્ર સાથે ઝઘડો થયા પછી માતા પર ચાર શખ્સનો હલ્લો

વચ્ચે પડનાર પુત્રવધૂને પણ માર મરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના ગોકુલનગર નજીક મારૂતીનગરમાં ગયા સપ્તાહે એક મહિલાના ઘરે ધસી આવેલા ચાર શખ્સે ધોકાથી હુમલો કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. હોર્ન વગાડવા બાબતે થયેલા ઝઘડા પછી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના ગોકુલનગર પાસે મારૂતીનગરની શેરી નં.રમાં રહેતા શાંતાબેન છગનભાઈ નકુમ નામના પ્રૌઢાના પુત્રને ગયા સપ્તાહે મહેશસિંહ નામના પ્રૌઢના પુત્ર સાથે વાહનના હોર્ન વગાડવા બાબતે ઝઘડો થયો હતો.

તે બાબતનો ખાર રાખી ગયા ગુરૂવારે રાત્રે નવેક વાગ્યે મહેશસિંહ, લખનસિંહ, પૃથ્વીરાજસિંહ, ભરતસિંહ નામના ચાર શખ્સ ધોકા સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ ગાળો ભાંડ્યા પછી શાંતાબેન પર ધોકાથી હુમલો કર્યાે હતો. જેમાં મહેશસિંહે સાથળમાં ધોકો મારવા ઉપરાંત આ મહિલાની સાડી ખેંચી છેડતી પણ કરી હતી અને વચ્ચે પડનાર પુત્રવધૂ સંગીતાબેનને પણ ઈજા પહોંચાડી હતી. સાથે રહેલા લખન, પૃથ્વીરાજ તથા ભરતસિંહે ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી. શાંતાબેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh