Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ રૂ।.૩ લાખ ૧૦ હજારનો સામાન ચોરાઈ ગયોઃ
જામનગર તા. ૧૫: જામનગર નજીકના ચંદ્રાગા ગામમાં આવેલા ત્રણ મંદિરમાં એક મહિલાના સમયગાળામાં સોનાનું ફળુ, પંચધાતુના છતર તથા પિતળના ઘંટ મળી રૂ।.૩ લાખ ૧૦ હજારની મત્તાની ચોરી થયાની પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાં ગઈ તા.૧૪ જુનથી તા.૧૧ જુલાઈ સુધીમાં કોઈ શખ્સોએ સોના તથા પંચધાતુના છતર ઉપરાંત ખોડિયાર માતાજીના મંદિરમાંથી સાડા ચૌદ કિલો વજનનો પિતળનો ઘંટ મળી રૂ।.૩ લાખ ૧૦ હજારની મત્તાની ચોરી થઈ ગઈ છે.
ઉપરોક્ત ચોરી અંગે નવાગામ ઘેડમાં મધુવન સોસાયટીમાં રહેતા યશ ગિરીશભાઈ પરમારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ તેઓના કુટુંબનંુ ચામુંડા માતાજીનંુ મંદિર ચંદ્રાગામાં આવેલુ છે ત્યાંથી પંચધાતુના બે કિલો વજનના રૂ।.૮૦ હજારના છતર ઉપરાંત બે ગ્રામનું સોનાનું રૂ।.૨૦ હજારનું છતર મળી રૂ।.૧ લાખની મત્તા ચોરાઈ ગઈ છે.
તે ઉપરાંત વાકોલ માતાજીના મઢમાંથી સોનાનું ફળુ અને ખોડિયાર માતાજીના મંદિરમાંથી રૂ।.૧૦ હજારની કિંમતનો પિતળનો ઘંટ કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયા છે. પીઆઈ વી.જે. રાઠોડે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial