Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાનગર નેચર ક્લબની લોકોને અપીલ
જામનગર તા. ૧પઃ છેલ્લા કેટલાક દિવસોથી શહેરના જાહેર માર્ગો, ચાર રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં કેટલાક લોકો રંગબેરંગી ફૂલોના આકર્ષક પોસ્ટર બતાવી 'આવા સુંદર ફૂલો થશે' તેવી લાલચ આપી છોડનું વેંચાણ કરતા હોવાનું નવાનગર નેચર ક્લબના ધ્યાનમાં આવ્યું છે.
નવાનગર નેચર ક્લબના જણાવ્યા અનુસાર વેંચાણ કરવામાં આવતો આ છોડ હકીકતમાં જળકુંભી વિશ્વની સૌથી ઝડપથી ફેલાતી આક્રમક વનસ્પતિઓમાંની એક ગણાય છે. તે તળાવો, સરોવરો, નદીઓ અને જળાશયોમાં ઝડપથી પ્રસરી પાણીનો પ્રવાહ અવરોધે છે, પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે, જળચર જીવસૃષ્ટિને નુક્સાન પહોંચાડે છે અને સ્થાનિક પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે.
નવાનગર નેચર ક્લબ દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે માત્ર લોભ, લાલચ અથવા દયાભાવને કારણે આવા છોડ ખરીદવા નહીં તથા અન્ય લોકોને પણ સાવચેત કરે. પર્યાવરણને નુક્સાન પહોંચાડતા આવા છોડના વેંચાણને કોઈપણ રીતે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.
આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી નવાનગર નેચર ક્લબ દ્વારા આવા છોડના વેંચાણ પર નિયંત્રણ લાવવા અને જરૂરી કાર્યવાહી કરવા માટે વન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. પર્યાવરણ ઉપરાંત આ છોડ વાસ્તુ શાસ્ત્ર મુજબ પણ અપશુકનિયાળ માનવામાં આવે છે.
જો કોઈ નાગરિકે અગાઉ આવા છોડ ખરીદ્યા હોય તો તેને જાહેર સ્થળો, નાળા, તળાવ, ખાલી પ્લોટ અથવા અન્યત્ર ફેંકવા નહીં, કારણ કે તેનાથી આ છોડ ઝડપથી ફેલાઈ પર્યાવરણને વધુ નુક્સાન પહોંચાડી શકે છે. નવાનગર નેચર ક્લબે નાગરિકોને આવા છોડનો યોગ્ય રીતે બાલીને નિકાલ કરવાની અપીલ કરી છે.
નવાનગર નેચર ક્લબનું માનવું છે કે પ્રકૃતિનું સંરક્ષણ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. જાગૃત નાગરિક તરીકે આપણે પર્યાવરણને નુક્સાન પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપીએ અને અન્ય લોકોને પણ જાગૃત કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial