Advertisement
Author: નોબત સમાચાર

નાગનાથ નાકા પાસે રિક્ષાએ સ્કૂટરને ઠોકર મારતા સ્કૂટરચાલક મહિલાને ઈજા

રિક્ષાચાલક સામે પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના નાગનાથ નાકાથી સુભાષબ્રિજ વચ્ચે ગઈકાલે સવારે સ્કૂટર પર જતા એક મહિલાને રિક્ષાએ ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.

જામનગરના લાલવાડી વિસ્તારમાં સમૃદ્ધિ પાર્ક-૧માં રહેતા નીપાબેન નીકીભાઈ ઉનડકટ નામના મહિલા ગઈકાલે સવારે સુભાષબ્રિજ નજીકથી નાગનાથ નાકા સર્કલ તરફ એક્ટિવા પર જતા હતા.

આ વેળાએ જીજે-૧૦-ટીઝેડ ૫૭૯૮ નંબરની રિક્ષાએ તેઓને ઠોકર મારી દેતા નીપાબેનને નાક, કપાળ તથા હોઠ પર ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા રિક્ષાચાલક સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh