Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટ દ્વારકામાં યુવકે ખાઈ લીધો ગળાફાંસોઃ
જામનગર તા. ૧૫: બેટ દ્વારકામાં રહેતા એક યુવાને અગમ્ય કારણથી ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે કલ્યાણપુરના સતાપરમાં ખેતરમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થઈ જતા સારવારમાં રહેલા યુવાન પર કાળનો પંજો પડ્યો છે.
બેટ દ્વારકાના ભાભાપાડામાં વસવાટ કરતા ગિરીરાજસિંહ હનુભા વાઢેર (ઉ.વ.૩૫) નામના યુવાને ગઈકાલે બપોરે કુંભારપાડામાં આવેલા પાણીના સમ્પમાં જઈ કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેમના પિતા હનુભા શિવુભા વાઢેરે પોલીસને જાણ કરી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
કલ્યાણપુર તાલુકાના સતાપરમાં રહેતા નારણભાઈ ભાયાભાઈ માડમ (ઉ.વ.૩૪) નામના યુવાન ગઈ તા.૬ની બપોરે ઉભા પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે દવાની અસર થઈ જતા સારવારમાં ખસેડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મુળૂભાઈ ડાડુભાઈ માડમે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial