Advertisement
Author: નોબત સમાચાર

આજના બદલે આવતીકાલે પાણી વિતરણ

જામનગરના રણજીતનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગરના રણજીતનગર 'એ' ઝોન વિસ્તારમાં આજે બુધવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે, જ્યાં આવતીકાલ પાણી વિતરણ થશે.

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા. ૧પ-૭-ર૦ર૬ (બુધવાર) ના રણજીતનગર ઈ.એસ.આર/ઝોનની પ્રિમાઈસીસમાં મુખ્ય પાણીની પાઈપલાઈન ઉપર સ્કાડા સિસ્ટમ હેઠળ ફ્લોમીટર તથા પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટમાં રણજીતનગર તરફ જતી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં જોડાણની કામગીરી કરવાની છે.

જેથી રણજીતનગર ઝોન 'એ' હેઠળ આવતા વિસ્તારો પંચવટી વિસ્તાર, મારૂતિનગર, સત્યમ્ હોટલ તથા તેની સામેનો વિસ્તાર, રાજનગર, માણેકનગરથી વિરલબાગ સુધીનો વિસ્તાર, કામદાર કોલોની, મકવાણા સોસાયટી, જનતા સોસાયટી, રાધિકા ક્લાસીસ, રઘુવીર સોસાયટીની આજુબાજુનો વિસ્તાર, મીગ કોલોની, કૈલાસનગર, એસ.ટી. રોડ વિગેરે વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રહેશે. ઉક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા એ પછીના દિવસે રૂટિન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh