Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં એક મકાનમાંથી મળી આવી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૧૧૨ બોટલ

ઝડપાયેલા શખ્સે સપ્લાયરનું નામ આપ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર નજીકના દરેડમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૧ર નાની મોટી બોટલ કબજે કરી છે. આ શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે. દિગ્વિજય પ્લોટ-૪પમાંથી એક શખ્સ દારૂના બે ચપલા સાથે મળી આવ્યો છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ નજીક એકસો ખોલીથી ઓળખાતી જગ્યા પાછળ એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૩ર બોટલ તથા ૮૦ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રણજીતસિંહની ધરપકડ કરી દારૂનો જથ્થો કબજે કર્યાે છે. આ શખ્સની પૂછપરછમાં તેણે મધ્યપ્રદેશના દિલીપ બામણીયા પાસેથી દારૂ લીધાની કબૂલાત આપી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ-૪પમાંથી ગઈકાલે સાંજે સુભાષપરાની શેરી નં.રમાં રહેતો ધવન જતીનભાઈ રાયતુરા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે ઝડપાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh