Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"આપ"ના જિલ્લા પ્રમુખ દ્વારા
જામનગર તા. ૧૫: જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. આ સંજોગોમાં જિલ્લાના સૌની યોજના લીંક-૧ અને લીંક-૩ હેઠળના ડેમો, તળાવો, ચેકડેમોમાં પાણી છોડવા આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.
ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે અથવા અપૂરતા વરસાદને લીધે ખેડૂતોનો કિંમતી ઊભો પાક સુકાઈ જવાને આરે છે. જો આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે, તો મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત-દિવસની મહેનત નિષ્ફળ જશે, જેનાથી જગતનો તાત આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે.
જામનગર જિલ્લાના જોડીયા, જામનગર, ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકાના હજારો ખેડૂતોના કૃષિ પાકને જીવતદાન આપવા માટે 'સૌની યોજના' આશીર્વાદરૂપ બની શકે તેમ છે. સૌની યોજના લિંક-૧ અને લિંક-૩ અંતર્ગત ઊંડ-૧, ઊંડ-૨, ઊંડ-૩, ઊંડ-૪ ડેમ, કંકાવટી ડેમ, આજી-૩, આજી-૪ ડેમ, સપડા ડેમ, રૂપારેલ ડેમ, સસાોઈ ડેમ, રણજીતસાગર ડેમ, રંગમતી ડેમ, વીજરખી ડેમ અને વોડીસાંગ ડેમમાં નર્મદાના પાણી છોડવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial