Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ત્રણ અઠવાડિયાથી આંટાફેરા કરતા
જામનગર તા. ૧પઃ જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમમાં દિપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ગભરાટ જોવા મળી રહ્યું છે. તો વન વિભાગે પણ ત્રીજુ પાંજરૂ ગોઠવ્યું છે, પરંતુ દિપડો પાંજરે પુરાતો નથી.
છેલ્લા ત્રણ અઠવાડિયાથી જામનગર નજીકમાં નવી મોખાણા ગામમાં દિપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌ પ્રથમ વખત જ્યારે દિપડો જોવા મળ્યો ત્યારે તેના ફોટા વાયરલ થયા હતાં અને તેને પકડી પાડવા વનવિભાગે પાંજરા ગોઠવ્યા હતાં, પરંતુ દિપડો પાંજરે પૂરાતો નથી. આ પછી દિપડો અન્ય ગામ તરફ ચાલ્યા ગયો હોવાના અનુમાનથી પાંજરાને ઉપાડી લેવાયું હતું. આ પછી દિપડાના સતત વાવડ મળતા રહેતા હાલની સ્થિતિએ અલગ અલગ ત્રણ સ્થળે પાંજરા ગોઠવાયા છે, પરંતુ દિપડો પાંજરા સુધી આવતો નથી, તેમ આ વિભાગના સંબંધિત અધિકારીએ જણાવ્યું છે અને વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો-શ્રમિકોમાં ડરનો માહોલ જળવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial