Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમાર એસો. દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆતઃ
જામનગર તા. ૧૫: સરકાર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ત્રણ મહિના માટે દરિયો ખેડવા અને માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી માછીમારોને તેમની બોટો દરિયાકિનારે લંગારવી પડે છે. પણ જામનગરના બંદરો પર બોટોના પાર્કિંગની પર્યાપ્ત વ્યવસ્થા નથી, જેથી બોટો એકબીજા સાથે અથડાય છે. અને બોટોમાં નુકસાન થાય છે.
જામનગરના માછીમાર એસોસિએશનના પ્રમુખ અનવર સંઘારે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી માછીમારોને બોટો પાર્ક કરવા દરિયાકિનારે ખુલ્લા પ્લોટોની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial