Advertisement
Author: નોબત સમાચાર

ભાતેલ વાડી વિસ્તારમાંથી જુગારનો અખાડો ઝડપાયોઃ આંબરડીમાં જુગાર

ખંભાળિયામાંથી સાત મહિલા તીનપત્તી રમતા મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ખંભાળિયાના ભાતેલ ગામમાં ખેતર સ્થિત મકાનમાંથી એલસીબીએ જુગારનો અખાડો પકડ્યો છે. આંબરડી ગામમાંથી ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા છે. ખંભાળિયા શહેરમાં એક મકાનમાંથી સાત મહિલા ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાયા છે.

ખંભાળીયા નજીકના ભાતેલ ગામના વાડી વિસ્તારમાં ખેતર સ્થિત મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે દ્વારકા એલસીબીના સ્ટાફે રાજદીપસિંહ નારૂભા જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમતા દુલાભાઈ શામળાભાઈ લુણા, મેરૂભાઈ નારણભાઈ ચાવડા, કાસમ હારૂનભાઈ ગજીયા તથા રાજદીપસિંહ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૦૩૮૦૦ રોકડા, ચાર મોબાઈલ, એક મોટર, એક બાઈક કબજે કરાયા છે.

ખંભાળિયાના આંબરડી ગામમાં ગંજીપાનાથી જુગાર રમતા ભોજાભાઈ મારખીભાઈ ભાટુ, ભીમશીભાઈ દેવશીભાઈ વસરા, નારણભાઈ જીવાભાઈ ભાટુ નામના ત્રણ શખ્સ રૂ।.૧૧૧૪૦ સાથે ઝડપાઈ ગયા હતા.

ખંભાળિયાના નગરનાકા પાસે રાજીબેન વેરશીભાઈ ડોરૂના મકાનમાં ગઈકાલે રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડતા ત્યાંથી રાજીબેન, ધનીબન ભનુભાઈ ચાવડા, હીરીબેન રાજુભાઈ માતંગ, હીરીબેન નારણભાઈ જોડ, નાગલબેન નારણભાઈ પીંગળસુર, હંસાબેન હરીશભાઈ બથવાર નામના સાત મહિલા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૨૩૩૦૦ કબજે કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh