Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંત શ્રી નાથજીદાદાની પાવનકારી તથા સંત શ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ
જામનગર તા. ૧૫: 'તુ હી રામ પ્યારે રામ' ના નાદથી ગુંજતી તેમજ બાર જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે તેવી અતિ પ્રાચીન અને પૌરાણિક સંત શ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંત શ્રી ઉપવાસીબાપુ ની તપોભૂમિ દાણીધાર ધામને આંગણે શ્રી નાથજીદાદા તેમજ સમાધિષ્ઠ દિવ્ય જીવાત્માઓનો ૪૦૪ વર્ષના ઉપલક્ષમાં તા. ૪-૭-૨૦૨૬ના શ્રી હનુમંત યજ્ઞ સાથે સંવત્સરી ઉત્સવ (સમાધિ દિવસ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં ૨૫૦થી વધુ સંતો મહંતો પધાર્યા હતા.
તા. ૪ જુલાઈ શનિવાર, જેઠ વદ ચોથના દિવસે શ્રી નાથજીદાદાનો ૪૦૩ વર્ષ પૂરાં થયા હોય, સંવત્સરી ઉત્સવ (સમાધિ દિવસ) ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં રાજુરામબાપુ (સીતારામ આશ્રમ,વાડાધરી), મહંત વાલદાસબાપુ (તુલસીવન, કાલાવડ, શિશાંગ), મહંત દિવ્યાનંદબાપુ (ટપકેશ્વર મહાદેવ, અનીડા વાછરા), મહંત કિશનદાસબાપુ (રામ ટેકરી, જુનાગઢ), મહંત રામરૂપદાસબાપુ (ચેલૈયા, બિલખા), મહંત ફૂલનાથ મહાદેવ (સડોદર), મહંત સીતારામબાપુ (ગોંડલ), મહંત રામાનોહરદાસબાપુ (જુનાગઢ), મહંત યમુનાકુટીર (ભવનાથ, જુનાગઢ), મહંત ત્રિગુણાનંદ બાપુ (ચાપલ આઈ), મહંત રવુબાપુ (આશાપુરા મંદિર, અલિયાબાડા), મહંત ગિરીબાપુ (જોગમઢી), મહંત રાજાનંદ બાપુ (ગાયત્રી મંદિર, મેઘપર), મહંત યોગાનંદબાપુ (ગોકર્ણ મંદિર, પોરબંદર) વગેરે નામી-અનામી સંતો પધાર્યા હતા, જેનું દાણીધાર ધામના મહંત સુખદેવદાસબાપુએ શાલ ઓઢાડી અને દક્ષિણા વડે સન્માન કર્યું હતું. જેમાં સવારે ૮ વાગ્યે સમાધિ પૂજન, ૯ વાગ્યે ધ્વજારોહણ, ૧૦:૩૦ વાગ્યે ૫૦ થાળ, બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ, જેનો ૪૫૦૦ થી ૫૦૦૦ વ્યક્તિઓએ લાભ લીધો હતો. ઉપરાંત સવારે ૭ થી સાંજે ૫ ભવ્ય હનુમંત યજ્ઞ તેમજ સવારે ૧૦ થી સાંજે ૪ કલાક કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાલાવડ અકબરી વિદ્યાલયના પ્રમુખ ગોપાલભાઈ અકબરી તથા તેના ટ્રસ્ટીઓ દ્વારા મહંત સુખદેવદાસજીબાપુ અને પ્રમુખ ભાવસિંહજી ડાભીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુંં.
શ્રીનાથજી દાદા ટ્રસ્ટ અને શ્રીનાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટ વતી આયોજન કરેલ આ દિવ્ય ઉત્સવમાં દેવદર્શન, સંત દર્શન વગેરે લાભ લેવા સેવકગણ, ભક્તજનો, મહંત સુખદેવ દાસજીબાપુ ગુરૂ ચત્રભુજ દાસજીબાપુ (શ્રી ઉપવાસી બાપુ) તથા પ્રમુખ ભાવસિંહજી ડાભી અને ઉપપ્રમુખ હનુભા વી.ડાભી તથા તમામ ટ્રસ્ટીઓ, તેમજ કાલાવડ તાલુકા અને રાજકોટ જિલ્લાના કાર્યકરો-સેવકોએ તેમની સેવા આપી હતી. આ શુભ પ્રસંગે પૂર્વ પ્રમુખ દિપસિંહજી ભાટ્ટી અને પૂર્વ ટ્રસ્ટીઓએ પણ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial