Advertisement
Author: નોબત સમાચાર

લોકલ ઈન્ટરસિટી બસમાં રિઝર્વેશન સુવિધાથી સામાન્ય મુસાફરો પરેશાન

લોકોમાં  સરકાર પ્રત્યે નારાજગીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ રાજ્યના એસ.ટી. વિભાગની લોકલ અને ઈન્ટરસિટી બસમાં પણ હવે રિઝર્વેશન ટિકિટ મળતા સામાન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકલ અને ઈન્ટરસિટી બસમાં રિઝર્વેશન ટિકિટ ફાળવણી કરવામાં આવે છે, જે અન્યાયકર્તા છે, નવા નિયમ વિરૂદ્ધ છે.

ઈતિહાસમાં ક્યારેય લોકલ બસમાં રિઝર્વેશન કરવામાં આવતું નથી. આવી બસોમાં વિદ્યાર્થીઓ અને ગરીબ લોકો મુસાફરી કરે છે. આથી લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી છે.

આ સરકાર ગરીબ, વિદ્યાર્થી વિરોધી છે. સત્વરે આ સુવિધા બંધ કરવી જોઈએ તેવી માંગણી સાથે અનવર નુરમામદ સંઘારએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh