Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી પેઢી પાસેથી મકાન પર લોન લીધા પછી યુવાને કરી લીધી આત્મહત્યા

બાકી હપ્તાની ત્રણ શખ્સની કડક ઉઘરાણીથી ઝેર પીધું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના એક યુવાને ખાનગી ફાયનાન્સ પેઢી પાસેથી માતાના નામના મકાન પર રૂ।.રપ લાખની લોન લીધા પછી તેના હપ્તા ન ભરાય શકતા ત્રણ શખ્સે હપ્તાની ઉઘરાણી કરી હેરાન કરી નાખતા આ યુવાને ઝેરના પારખા કર્યા હતા. તે પછી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદ પરથી ત્રણ શખ્સ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો છે.

જામનગરના કિસાનચોક વિસ્તારમાં વસવાટ કરતા અમરીશભાઈ કિશોરભાઈ ચાંદ્રા નામના યુવાનના નાનાભાઈ અને શંકરટેકરીમાં વસવાટ કરતા આશિષભાઈ કિશોરભાઈ ચાંદ્રા (ઉ.વ.૩૭)એ સોમવારની રાત્રે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનંુ સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું હતું.

બનાવની પોલીસને જાણ કરાઈ હતી. તે દરમિયાન આશિષભાઈની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યા મુજબ આશિષભાઈએ પોતાના માતાના નામે આવેલા એક મકાન પર કેપરી ગ્લોબલ ફાયનાન્સ નામની પેઢીમાં મકાન ગીરવે (મોર્ગેજ) મૂકી તેના પર રૂ।.રપ,૯૪,૯૦૩ની લોન મેળવી હતી. તે લોનના હપ્તા વ્યાજ સાથે ભરવાના આવ્યા હતા. તે હપ્તા ભરવામાં થોડા સમયથી આશિષભાઈ નિષ્ફળ જતા હતા જેના કારણે ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.

પટેલ પાર્કમાં રહેતા નિલેશ રઘુભા ગંઢા, મયુર ગ્રીનમાં રહેતા શિવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે શિવા તથા શાસ્ત્રીનગરમાં રહેતા મુન્ના વલ્લભભાઈ વશીયર નામના ત્રણ શખ્સે હપ્તા ભરવા માટે આશિષભાઈને હેરાન પરેશાન કરી નાખતા વાજ આવી ગયેલા આ યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. સ્યુસાઈડ નોટના આધારે અમરીશભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મરી જવા માટે મજબૂર કરનાર ત્રણ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh