Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય સફાઈ કર્મચારી મંડળ દ્વારા
ખંભાળીયા તા. ૧૫: ખંભળીયા નગરપાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસ દ્વારા જાહેર ન્યુસન્સ અંગે કલેકટર કોર્ટમાં ફરિયાદ કેસ પછી ગુજરાત સફાઈ કર્મચારી મહામંડળ દ્વારા શહેરની સફાઈ કામગીરીમાં કોન્ટ્રાકટના અમલ અંગે નોટીસ મારીને સુપ્રિમકોર્ટમાં જવા નોટીસ આપતા ભારે ચર્ચા જાગી છે.
રાજ્ય કામદાર મહામંડળના મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા નોટીસ આપીને ચીફ ઓફિસરને જણાવેલ કે ખંભાળીયા શહેરના કેટલાક વિસ્તારમાં રસ્તાઓની સફાઈ કામગીરી ખાનગી એજન્સીને આપવાની પ્રક્રિયા કરીને વર્ક ઓર્ડર આપવા તજવીજ થવાની હોય તે બાબતે વિરોધ વ્યક્ત કરીને ન.પા. જેવી સંસ્થાઓમાં આવી રીતે કોન્ટ્રાક્ટથી કામદારો રાખવા ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૫-૯-૧૮ના હુકમથી સફાઈ કામગીરી આઉટ સોર્સની કરવા પર પ્રતિબંધ છે. પરંતુ આપના દ્વારા આ હુકમનું ઉલ્લંઘન કરાય છે. પાલિકામાં મંજુર મહેકમની ખાલી જગ્યાઓ ભરવાના બદલે કામગીરી ખાનગી કોન્ટ્રાકટરને સોંપવાનું કાર્ય કામદારોને હક્કથી વંચિત રાખવાનું છે.
આવી રીતે જાહેર હેતુ માટે વેઠ પ્રથા ભોગવવા માટે આવી રીતે ઉલ્લંઘન થતું હોય, આ નોટીસથી કોન્ટ્રાકટરને કામ આપવાની પ્રક્રિયા તાકીદે બંધ કરવી. જો આમ નહીં થાય તો સર્વોચ્ચ અદાલતમાં હાઈકોર્ટના હુકમની અવગણના અંગે ફરિયાદ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial