Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણીઃ
જામનગર તા. ૧પઃ 'છોટીકાશી' જામનગર શહેરમાં જય વાછરાજ મિત્ર મંડળ-જામનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. ૧૬-૭-ર૦ર૬, ગુરુવારના અષાઢી બીજ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગઢવાળા વાછરાદાદાની અસીમ કૃપા તેમજ માઁ મેલડીના આશીર્વાદથી આ ધાર્મિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
આ મહોત્સવ અંતર્ગત દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દાદાની ભવ્ય શોભાયાત્રા તા. ૧૬-૭-ર૦ર૬, ગુરુવારના સવારે ૯ કલાકે નીકળશે. સાંજે ૬-૩૦ કલાકે દાદાની દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી પછી સાંજે ૭ કલાકે તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં ઉપસ્થિત રહેવા જય વછરાજ મિત્ર મંડળ દ્વારા જામનગરની ધર્મપ્રેમી જનતાને ધર્મ લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial