Advertisement
Author: નોબત સમાચાર

જમીનના કેન્સલ સોદા સામે પૈસા પરત આપવા અપાયેલો ચેક બેંકમાંથી રિટર્ન

આરોપીને બે વર્ષની કેદઃ રૂ।.૧૦ લાખના વળતરનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના દોઢીયા ગામના એક આસામીએ જમીનના સોદા પેટે મળેલા રૂ।.૧૦ લાખ પરત આપવા ચેક આપ્યો હતો. તે પરત ફર્યાની ફરિયાદમાં અદાલતે બે વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા કિશોરસિંહ રતુભા જાડેજાએ દોઢીયા ગામમાં આવેલો ખરાબો ટાઈટલ ક્લિયર કરવાની શરતે રૂ।.૨૦ લાખ ૫૧ હજારમાં દિનેશભાઈ લવજીભાઈ મુંગરા પાસેથી ખરીદવા કરાર કર્યાે હતો અને રૂ।.ર લાખ રોકડા તથા રૂ।.૮ લાખ આરટીજીએસથી ચૂકવી આપ્યા હતા.

ત્યારપછી ટાઈટલ ક્લિયર ન થતાં સોદો કેન્સલ થયો હતો અને દિનેશભાઈએ રૂ।.૧૦ લાખની રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. જામનગરની અદાલતમાં તેની ફરિયાદ કરાઈ હતી.

તે કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આરટીજીએસથી આરોપીના ખાતામાં પૈસા જમા થયા છે અને તે સિવાયના પુરાવા પણ રજૂ થયા છે ત્યારે ફરિયાદીએ આરોપીને પૈસા આપ્યા છે તે સાબિત થઈ રહ્યું છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી દિનેશભાઈ લવજીભાઈ મુંગરાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને રૂ।.૧૦ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh