Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખાદ્ય ચીજોનો નાશઃ દંડની વસુલાતઃ માર્ગદર્શન સાથે તાકીદ
જામનગર તા. ૧૫: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાણીપીણીની ચીજોનું ચેકિંગ કરાયું હતું. એ દરમિયાન અખાદ્યચીજનો નાશ કરાયો હતો તેમજ દંડનીય વસૂલાત કરાઈ હતી અને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ સાથે સ્વચ્છતા અંગે તાકીદ પણ કરાઈ હતી.
જામનગર મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા ખાણીપીણી, વાસી ખોરાક, તેલ અને પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ સામે તપાસણી કરવામાં આવી હતી. જેમાં અખાદ્ય ચીજ વસ્તુ, પ્રિન્ટેડ પસ્તી, તેલ વગેરેની નાશ કરી દંડનીય વસૂલાત કરવામાં આવી હતી. સાથે જ આઈસ ફેક્ટરીમાં જરૂરી સૂચના આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા, કમિશનર દિપેશ કેડિયાની સુચના મુજબ શહેરીજનોની સુખાકારી માટે હેલ્ધી/ હાઇઝીન ફૂડ તથા ફાસ્ટ ફૂડ/રેકડીઓ માં વપરાતા ખાદ્ય તેલ/પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ હોટલ/રેસ્ટોરન્ટ માં વાસી ફૂડ અંગે તપાસણી કરવામા આવી હતી.જામનગર મહાનગર પાલિકા ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારના આવેલ ફરસાણ તથા ફાસ્ટફૂડ વિક્રેતાઓને ત્યાં ટીપીસી અને પ્રિન્ટેડ પસ્તી ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી તેમજ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી. કુલ ૭૧ પેઢી તપાસ કરવામાં આવી છે. અને ૪૫ કિલો તેલનો, ૧૫ કિલો પસ્તીનો અમે ૨૫ કિલો વાસી જથ્થો અનહાઇજેનિક કંડીશનમાં જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારના આવેલ હોટેલ/રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ વગેરે ૧૩ પેઢીની તપાસ કરી તેમજ ૫૦ કિલો વાસી જથ્થો અનહાઇજેનિક કંડીશનમાં જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ૪ આઈસ ફેક્ટરીની તપાસ કરી અને સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવી હાઇજેનિક કંડીશન મેઈનટેન રાખવી તથા કલોરીનેશન રૂટીન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
પાણાખાણ વિસ્તારમાં આવેલ ૭ પેઢીમાં જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રૂબરૂ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. અને સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવી, લાલ પડદો લગાવવો કટિંગનું બિલ નિભાવવું તથા સોલીડ વેસ્ટને સાથે રાખી ન્યુસન્સ અંગેનો ૧૪૦૦૦ દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઓનલાઈન ફરિયાદ અન્વયે શરુ સેક્શન રોડ પર આવેલ શ્રી સાંઈ બેકર્સ નામની પેઢીમાં ફૂડ શાખાની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેકશન કરતા એક્સપાયરી ડેટ વાળા ૨૪ પેકેટ સ્થળ પર નાશ કર્યો હતો તેમજ ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે અંગેની તકેદારી રાખવા ૫૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
તા.૧૨/૦૭/૨૦૨૬ અને ૧૩/૦૭/૨૦૨૬ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જામનગર પ્રવાસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા એરપોર્ટ, ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ, એમ્યુઝમેન્ટ પાર્ક પર ખાસ ડયુટીમાં ફરજ બજાવી હતી. તેમજ ખાદ્ય પદાર્થના નમુના (સર્વેલન્સ) લેવાની કામગીરી કરવામાં આવી હતી
ઓનલાઈન ફરિયાદ અન્વયે મુલ્લા મેડી પર આવેલ ન્યુ બહાર પાન હાઉસ નામની પેઢીમાં ઇન્સ્પેકશન કરતા હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા અંગેની નોટીસ પાઠવી અને સર્વેલન્સના પાન ચટણી અને કાથોના નમુના લેવામાં આવ્યા હતા અને તેની ચકાસણી માટે લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલ્યા હતા.
તેમજ ઓનલાઈન/ ઓફલાઈન તેમજ રૂબરૂ તથા ટેલિફોનીક મળેલ ફરિયાદ નિકાલ કરવા કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial