Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં જાહેરમાં કચરો ફેંકશો તો દંડાશો
જામનગર તા. ૧૫: જામનગરમાં જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા વેપારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે અને ૮૦૦થી વધુ કોમર્શિયલ એકમોને ન્યૂસન્સ નોટીસ અપાઈ છે તથા એક સપ્તાહમાં ૨૩૪ આસામી પાસેથી રૂ।. ૯૦ હજારનો દંડ વસૂલાયો છે.
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા વેપારી ઓ અને કોમર્શિયલ એકમો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મહાનગરપાલિકા કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના હોટલ, રેસ્ટોરન્ટ, લારી-રેંકડી તેમજ અન્ય તમામ કોમર્શિયલ એકમોને ન્યૂસન્સ નોટીસ આપવામાં આવી રહી છે.
નોટીસમાં વેપારીઓને પોતાના એકમ પર ફરજિયાત ડસ્ટબિન રાખવા, ગ્રાહકો દ્વારા કચરો ડસ્ટબિનમાં જ નાખવામાં આવે તેની ખાતરી કરવા, ગંદા પાણી કે વેસ્ટ વોટરનો જાહેરમાં નિકાલ ન કરવા, એકમની અંદરનો કચરો માત્ર ડસ્ટબિનમાં જ રાખી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સેવાને જ સોંપવા તેમજ જાહેર સ્થળો, ખુલ્લા પ્લોટ કે અન્ય જગ્યાએ કચરો ન ફેંકવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ધંધાકીય એકમની આસપાસ સ્વચ્છતા જાળવવાની પણ ફરજ સોંપવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના ૮૦૦ થી વધુ કોમર્શિયલ એકમોને આવી નોટિસ આપવામાં આવી છે અને આ કામગીરી હજુ પણ ચાલુ છે.
મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નોટીસમાં દર્શાવેલી સૂચનાઓનો ભંગ કરનાર વેપારીઓ સામે પ્રથમ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પણ સુધારો નહીં થાય તો ધંધાકીય એકમ બંધ કરાવવા, ક્લોઝડાઉન અથવા સીલિંગ સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ગત એક સપ્તાહ દરમિયાન જાહેરમાં ન્યૂસન્સ ફેલાવવાના વિવિધ બનાવોમાં કુલ ૨૩૪ આસામીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેમની પાસેથી કુલ રૂ. ૯૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ શહેરના તમામ વેપારીઓ અને કોમર્શિયલ એકમોને જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા તેમજ નોટીસમાં દર્શાવેલી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial