Advertisement
Author: નોબત સમાચાર

આઈ.ટી.આઈ. જામનગરમાં આવતા વર્ષથી શરૂ થશે 'એઆઈપીએ' કોર્સઃ મહત્ત્વપૂર્ણ માઈલ સ્ટોન

એ.આઈ. વિષય પર યોજાયેલા સેમિનારમાં કરાઈ જાહેરાત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: આઈ.ટી.આઈ. જામનગરમાં સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરો માટે ટેકનિકલ શિક્ષણમાં જનરેટિવ એઆઈ વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો. જેમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજી અંગે વ્યાપક માર્ગદર્શન અપાયુ હતું. તદ્પરાંત ચાલુ વર્ષથી સંસ્થામાં નવો 'એઆઈપીએ' કોર્સ પણ શરૂ કરાશે. તેવી જાહેરાત થઈ હતી.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરમાં *ટેકનિકલ શિક્ષણમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ* વિષય પર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો માટે એક વિશેષ લેકચર તથા પ્રાયોગિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતા સમય સાથે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો આધુનિક ટેકનોલોજીથી સુસજ્જબને તેવા હેતુ સાથે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સરકારી પોલિટેકનિક, રાજકોટમાં કાર્યરત કુ. અંજના નગરિયા અને શ્રીમતી માધવી વસાએ નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહીને ટેકનિકલ શિક્ષણમાં જનરેટિવ એઆઈના વધતા મહત્વ અને તેના વ્યવહારુ ઉપયોગો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ વિવિધ આધુનિક એઆઈ ટૂલ્સ અને સાધનોનો ઉપયોગ કરીને અભ્યાસક્રમની ઉત્કૃષ્ટ તૈયારી, શિક્ષણ પ્રક્રિયામાં નવીનતા, વિદ્યાર્થીઓનું સચોટ મૂલ્યાંકન, સંશોધન કાર્ય તેમજ કૌશલ્ય વિકાસને વધુ અસરકારક અને સમયાનુકૂળ કેવી રીતે બનાવી શકાય તે અંગે જીવંત પ્રસ્તુતિઓ દ્વારા ખૂબ જ સરળ શૈલીમાં સમજાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વર્તમાન સમયમાં એઆઈના જવાબદારીપૂર્વકના તથા વિવેકપૂર્ણ ઉપયોગ અંગેની પાયાની અને મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. કાર્યશાળાના અંતે તમામ તાલીમાર્થીઓ અને ઉપસ્થિતોએ આ સેમિનારને વર્તમાન સમયની તાતી જરૂરિયાત અને અત્યંત ઉપયોગી ગણાવીને બંને નિષ્ણાત વક્તાઓના પ્રેરણાદાયી માર્ગદર્શનની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે સંસ્થાના આચાર્ય દ્વારા મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી આઈ.ટી.આઈ. જામનગરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન માટે એક નવો અદ્યતન કોર્સ *આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ*(એઆઈપીએ) પણ શરૂ કરવામાં આવી રહૃાો છે, જે સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ કૌશલ્ય વધારવામાં મદદરૂપ થશે.

કાર્યક્રમના સમાપન અવસરે આઈ.ટી.આઈ. જામનગરના આચાર્યએ બંને આમંત્રિત નિષ્ણાત વક્તાઓનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, આવા અત્યાધુનિક વિષયો પરના રચનાત્મક કાર્યક્રમો શિક્ષકોને નવીનતમ ટેકનોલોજી સાથે જોડીને રાજ્યના ટેકનિકલ શિક્ષણના સ્તર અને તેની ગુણવત્તામાં વ્યાપક વધારો કરવામાં આગામી સમયમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh