Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકોએ કર્યા ધરણાં: ૩૦ હજાર શિક્ષકો જોડાયા

                                                                                                                                                                                                      

જામગર તા. ૧પઃ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરીત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના સહયોગથી શિક્ષકોના 'ટેટ' સહિતના પ્રશ્નો અંગે ગાંધીનગરમાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યભરમાંથી આશરે ૩૦ હજાર શિક્ષકો જોડાયા હતાં.

તા. ૧૧-૭-ર૦ર૬ ના ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલ ર૦ર૮ સુધીમાં ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના હુકમ સામે કેન્દ્ર સરકાર દ્વારા બિલ પસાર કરી ટેટ પરીક્ષામાં મુક્તિ આપવામાં આવે અને આઠમા પગાર પંચ સાથે બાકી રહેલ તમામ શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભ આપવા, ધો. ૬ થી ૮ ના શિક્ષકોના અલગ પગાર ધોરણ, મુખ્ય શિક્ષક એચટાટના પ્રશ્નો વગેરેની માંગણી સાથે આ ધરણાં કરવામાં આવ્યા હતાં, જેમાં ૩૪ જિલ્લા અને મહાનગરપાલિકામાંથી આશરે ૩૦ હજાર શિક્ષકો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh