Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફીફા વર્લ્ડ કપ-ર૦ર૬
ન્યુયોર્ક તા. ૧પઃ ફીફા વર્લ્ડ કપ-ર૦ર૬ ના પ્રથમ સેમિફાઈનલમાં સ્પેને ફ્રાન્સને ર-૦ થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ડલાસમાં રમાયેલી આ મેચમાં સ્પેને શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. ઓયાર્જાબેલે પેનલ્ટી દ્વારા અને પેડ્રો પોરોએ બીજો ગોલ કરીને સ્પેનની જીત પાકી કરી હતી. સ્પેન હવે બીજી વખત ટાઈટલ જીતવાથી એક ડગલું દૂર છે. આ અગાઉ સ્પેન વર્ષ-ર૦૧૦ માં વર્લ્ડ ચેમ્પિયન થયું હતું. સ્પેન હવે આર્જેન્ટીના અને ઈંગ્લેન્ડ વચ્ચેના બીજા સેમીફાઈનલના વિજેતા સાથે ફાઈનલ મેચમાં ટકરાશે.
સ્પેનની ફૂટબોલ ટીમે દમદાર પ્રદર્શન કરીને ટાઈટલની પ્રબળ દાવેદાર ગણાતી ફ્રાન્સની ટીમને ર-૦ થી પરાજય આપ્યો છે. આ રોમાંચક મેચમાં સ્પેને શરૂઆતથી જ મેચ પર પોતાનો હોલ્ડ જાળવી રાખ્યો હતો અને બન્ને હાફમાં ૧-૧ ગોલ કરીને ફ્રાન્સને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.
મેચની રરમી મિનિટે સ્પેનને પ્રથમ સફળતા મળી હતી. ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિન્યેએ સ્પેનના લામિન યમાલ પર ફાઉલ કર્યો. જેના કારણે રેફરીએ સ્પેનને પેનલ્ટી એનાયત કરી હતી. મિકેલ ઓયાર્જાબેલે આ પેનલ્ટીને સફળતાપૂર્વક ગોલમાં ફેરવીને સ્પેનને ૧-૦ ની લીડ અપાવી દીધી હતી.
બીજા હાફમાં ફ્રાન્સની ટીમ વાપસી કરશે તેવી આશા હતી. પરંતુ પ૮મી મિનિટે સ્પેને વધુ એક શાનદાર મૂવ બનાવ્યો હતો. ડેનિયલ ઓલ્મોના ક્લાસિક પાસ પર પેડ્રો પોરોએ શાનદાર ગોલ દાગીને સ્પેનની લીડ ર-૦ કરી દીધી હતી. આ ગોલ પછી ફ્રાન્સે વાપસી માટે આકાશ-પાતાળ એક કર્યા, પરંતુ સ્પેનની લોખંડી ડિફેન્સ લાઈન સામે કિલિયન એમ્બાપ્પેના આક્રમણની એક પણ કારી ફાવી ન હતી.
યુરોપીયન ચેમ્પિયન સ્પેનની ટીમ છેલ્લા ૩૭ મેચોથી અજેય છે. ચાલુ વર્લ્ડ કપની વાત કરીએ તો સ્પેને રમેલા ૭ મેચોમાં વિરોધી ટીમોને માત્ર ૧ જ ગોલ કરવા દીધો છે. વર્ષ-ર૦૧૮ ની ચેમ્પિયન અને ર૦રર ની રનર્સઅપ રહેલી ફ્રાન્સની ટીમ, જેણે સેમિફાઈનલ સુધી ૬ મેચમાં ૧૬ ગોલ ફટકાર્યા હતાં. તે સ્પેન સામે તદ્દન ફલોપ સાબિત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial