Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા સુવર્ણતીર્થમાં જગન્નાથ મંદિરે આવતીકાલે ઉજવાશે હાંડી ઉત્સવ

અષાઢીબીજની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૫: દ્વારકા નજીક સુવર્ણ તીર્થમાં આવેલ અને ભગવાન શ્રીકૃષ્ણના જગન્નાથ સ્વરૂપના પ્રાકટય સ્થાન ગણાતા જગન્નાથજી, મંદિરે દર વર્ષે અષાઢી બીજના રોજ હાંડી ઉત્સવ મનાવવામાં આવે છે. દ્વારકાના સુવર્ણતીર્થમાં ગુરૂવાર તા. ૧૬-૭-૨૦૨૬ના હાંડી ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. મંદિરના મહંત બજરંગદાસ બાપુના જણાવ્યાનુસાર ગુરૂવારે સવારે ૬:૩૦ કલાકે મંગલા દર્શન થશે. દિવસ દરમ્યાન ઓખામંડળ અને હાલારતીર્થમાંથી આવતા મહિલા દર્શનાર્થીઓ દ્વારા સવારથી જ સાંજ સુધી ભજન-કીર્તન અને હાંડી ઉત્સવની ઉજવણી કરાશે.

આ ઉત્સવમાં દ્વારકા તીર્થક્ષેત્રની આસપાસના સંસ્કૃત વિદ્યાલયોના ઋષિકુમારો પણ જોડાશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરશે. હાંડી ઉત્સવની વિશેષતા એ છે કે સાત હાંડીમાં નીચેની હાંડી પ્રજવલિત કરવામાં આવે છે જેની જયોત ઉપરની હાંડી સુધી પહોંચે છે. બપોરે પ્રસાદીરૂપ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh