Advertisement
Author: નોબત સમાચાર

હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ૨૦% કાર્ગો ફી લાદવાનો નિર્ણય પાછો ખેંચાયો

ટમ્પનો યૂ-ર્ન હવે નવી રેકર્ડ વગાડી !

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૫: ટ્રમ્પે ૨૪ કલાકની અંદર હોર્મુઝ ટોલ મામલે યુ-ટર્ન લીધો છે અને અભી બોલા અભી ફોકની જેમ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ૨૦ ટકા કાર્ગો ફી લાદવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. તેથી વ્યંગ થઈ રહ્યો છે કે કલ બોલા, આજ ફોક !

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ૨૦ ટકા કાર્ગો ફી લાદવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હવે મોટા વેપાર અને રોકાણ કરારો ગલ્ફ દેશો સાથે કરવામાં આવશે, જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધુ ફાયદાકારક સાબિત થશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ કરારો યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટા પાયે રોકાણ તરફ દોરી જશે અને લાખો નવી નોકરીઓનું સર્જન કરશે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મધ્ય પૂર્વના નેતાઓ સાથે ેખૂબ જ સકારાત્મક વાતચીતે પછી, તેમણે ૨૦ ટકા યુએસ રિઇમ્બર્સમેન્ટ ફી લાદવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. તેના બદલે, તેઓ ગલ્ફ દેશો સાથે વેપાર અને રોકાણ કરારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહૃાું, આ રોકાણોનું પ્રમાણ ખૂબ જ મોટું હશે. આનાથી અમેરિકામાં નવા કારખાનાઓ અને ઉદ્યોગોની સ્થાપના થશે, જેનાથી સ્વસ્થ, ઉચ્ચ પગારવાળી નોકરીઓનું સર્જન થશે.

સોમવારે, ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટનું ેરક્ષકે બનશે અને આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા તમામ કાર્ગો પર ૨૦ ટકા ફી વસૂલશે. તેમણે દલીલ કરી હતી કે અમેરિકા આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગની સુરક્ષા માટે જવાબદાર છે, અને તેથી અન્ય દેશોએ તેનો ખર્ચ ઉઠાવવો જોઈએ. તેમણે એમ પણ કહૃાું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બધા દેશો માટે ખુલ્લો રહેશે, પરંતુ ઈરાની જહાજો અને ઈરાની કાર્ગો પર સંપૂર્ણ નાકાબંધી લાદવામાં આવશે. ટ્રમ્પની યૂ-ટર્ન લેવાની હરકતોને અભી બોલા, અભી ફોક સાથે સરખાવીને 'કલ બોલા, આજ ફોક' એવો વ્યંગ થઈ રહ્યો છે.

ટ્રમ્પનો નવો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહૃાો છે. બંને દેશો વચ્ચે હુમલાઓ અને બદલો ચાલુ છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પ દ્વારા કાર્ગો ફી પ્રસ્તાવ પાછો ખેંચવાનો અને તેના બદલે વેપાર અને રોકાણ કરારો પર ભાર મૂકવાનો નિર્ણય તેમની વ્યૂહરચનામાં એક મોટો ફેરફાર માનવામાં આવે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાની જહાજો પર પ્રતિબંધો ચાલુ રહેશે અને અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવા દેશે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh