Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન અપાતા
ખંભાળીયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયમિત રીતે પ્રશ્નોના નિકાલ માટે યોજાતા સ્વાગત ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ રીતે હુકમો પાલિકાના પ્રશ્નો અંગે કરવા છતાં પણ તેનો ઉલાળીયો કરીને વડી કચેરીના નિયમો પાલનના આદેશને ઘોળીને પી જતા ખંભાળીયા નગરપાલિકાના અધિકારીઓ પર કડક પગલાં લેવા અરજદારો દ્વારા જિલ્લા તંત્રને ફરિયાદ કરવામાં આવી છે.
સ્થાનિક અરજદારો દ્વારા ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં રાત્રે નીકળતા ભારે વાહનો તથા તેમની સામે પગલાં લેવા જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થતા આરટીઓ તથા ચીફ ઓફિસરને પગલાં લેવાનો જિલ્લા તંત્રએ આદેશ કર્યો હતો. પાલિકાના સ્વીમીંગ પૂલમાં ખાનગી એજન્સી દ્વારા નિયમ વિરૂદ્ધ વધારાના નાણા ઉઘરાવાતા હોવાની ફરિયાદ અંગે પણ જિલ્લા તંત્રએ યોગ્ય કડક પગલા લેવા આદેશ કર્યો હતો.
આ બન્ને હુકમોનું અમલવારી પાલિકાના અધિકારીઓ દ્વારા ના કરતા રાજય સરકારના ફરિયાદોના નિકાલ માટેના સ્વાગત કાર્યક્રમનું કંઈ મહત્ત્વ ના હોય, અને જિલ્લા કચેરી મોટી કે પાલિકા ખંભાળીયા કચેરી તે પણ મોટો પ્રશ્ન અરજદારો કરી રહ્યાં છે. આ બાબતે ગાંધીનગર સુધી ફરિયાદો થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial