Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડા:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરમાં 'કભી ધૂપ, કભી છાંવ' ભર્યા વાતાવરણ અને ઝપાટાબંધરીતે ફૂંકાતા તેજીલા વાયરાઓ વચ્ચે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સતત વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૮ ડીગરી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરના વાતાવરણ માં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh