Advertisement
Author: નોબત સમાચાર

ભવનેશ્વર પાટીયા પાસે બે બાઈકમાં દેશી દારૂ લઈને જતાં બે શખ્સ ઝબ્બે

ધામણીનેસમાંથી મળી આવી દારૂની ભઠ્ઠીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: ભાણવડના ભવનેશ્વર ગામના પાટીયા પાસેથી એલસીબીએ બાઈકમાં લઈ જવાતો દોઢસો લીટર દેશી દારૂ કબજે કરી બે બાઈક સાથે બે શખ્સની અટકાયત કરી છે. ત્રીજાનું નામ ખૂલ્યું છે. બરડા ડુંગરમાં સાકરોજા તળાવ પાસેથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે.

ભાણવડ તાલુકાના ભવનેશ્વર ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રે એલસીબી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક મોટરસાયકલ આવતંુ જોવા મળ્યું હતું અને તેની પાછળ બીજુ બાઈક પણ દોડી આવતું હતું. આ બંને વાહનને રોકાવી એલસીબી સ્ટાફે ચકાસણી કરતા દોઢસો લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ જથ્થા સાથે પાછતરડી ગામના માંડાભાઈ કરમણભાઈ હુણ, અમરાભાઈ કરમણભાઈ હુણની અટકાયત કરાઈ છે. આ શખ્સો ધામણીનેસમાં રામાભાઈ ભુરાભાઈ રબારી પાસેથી દારૂ લઈ નીકળ્યા હતા અને અમરાભાઈ આગળ પોતાના બાઈકમાં પાયલોટીંગ કરતા હતા. એલસીબીએ ત્રણેય સામે ગુન્હો નોંધાવ્યો છે.

ભાણવડના બરડા ડુંગરમાં અવોલા ધામણીનેસમાં ગઈકાલે એલસીબી સ્ટાફે પાડેલા દરોડામાં સાકરોજા તળાવ પાસેથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. ત્યાંથી ૧૨૦૦ લીટર આથો કબજે કરાયો છે અને સુકાભાઈ પરબતભાઈ રબારી શોધ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh