Advertisement
Author: નોબત સમાચાર

સલાયા મરીન પોલીસ સ્ટેશન દ્વારા આથમણા બારામાં મહિલા સશકિતકરણ-જાગૃતિ કાર્યક્રમ

પોલીસ ખાતાની માનવીય પ્રવૃત્તિ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૫: સલાયા મરીન પોલીસ સ્ટેશન દ્વારા આથમણાબારા ગામે મહિલા સશક્તિકરણ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધવા અને આર્થિક રીતે નબળી મહિલાઓને ઘર-બેઠા રોજગારી પૂરી પાડવા પોલીસ ખાતાનો માનવીય અભિગમ ઝળકયો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહિલાઓમાં જનજાગૃતિ લાવવા અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો યોજવા વિશેષ સૂચના આપવામાં આવી છે. આ સૂચના અન્વયે ખંભાળિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રુદલાલના સૂચનો મુજબ સલાયા મરીન પોલીસ સ્ટેશન દ્વારા આથમણાબારા ગામે એક  'મહિલા સશક્તિકરણ અને જનજાગૃતિ કાર્યક્રમ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સલાયા મરીન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સલાયા મહિલા કાર્યકર્તા રેખાબેન મકવાણા, રેખાબેન વલાણી તેમજ સલાયાના લિજ્જત પાપડના સંચાલિકા શ્રી ધીરજબેન પીઠડીયા ખાસ ઉપસ્થિત રહૃાા હતા.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા અને કૌશલ્ય વિકાસ તેમજ બહેનો પોતાના પગ પર ઊભી રહી સન્માનભેર જીવન જીવી શકે તે માટે સિલાઈ, બ્યુટીપાર્લર અને પાપડ બનાવવાની તાલીમ મેળવી ગૃહ ઉદ્યોગ શરૂ કરવા પ્રેરણા આપવાનો હતો.

આ શિવાય સરકારી યોજનાઓની માહિતી જેવીકે વિધવા અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોના અભ્યાસ માટે સરકાર તરફથી મળતી સહાય તેમજ વિધવા સહાય યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ધિરાણ અને સબસિડી બાબતે પણ  બહેનોને માહિતગાર કરાયા હતાં. પોતાના નાના ધંધા કે રોજગાર શરૂ કરી શકે તે માટે સરકારની લોન અને ધિરાણ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. મહિલા સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ બાબતે અને મહિલાઓ જાતીય સતામણીનો ભોગ ન બને અને આવી માનસિકતા સામે અવાજ ઉઠાવી કાયદાકીય પગલાં ભરે તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ૨૪ કલાક મહિલા સુરક્ષા માટે તત્પર હોવાની ખાતરી આપવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં ઘર-બેઠા ટેકનોલોજી દ્વારા પણ રોજગારી મેળવી શકાય છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓ નિર્ભય બનીને મુસાફરી, નોકરી કે રાત્રિ દરમિયાન પણ ધંધો કરી શકે તે માટે ગુજરાત પોલીસ વિભાગ હંમેશાં કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી.

આ સફળ કાર્યક્રમને આયોજિત કરવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડા, એ.એસ.આઈ. બી.એમ.કેશરિયા, સરપંચ આથમણાબારા, તમામ મહિલા કાર્યકર્તા બહેનો તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh