Advertisement
Author: નોબત સમાચાર

લાંચ-રૂશ્વતના કેસમાં જુવાનપર ગામના તલાટી-કમ-મંત્રીનો ફરમાવાયો છૂટકારો

જામનગર તા. ૬: ખંભાળિયા તાલુકાના જુવાનપર ગામના તત્કાલિન તલાટી-કમ-મંત્રી સામે ચૌદ વર્ષપહેલાં રૂ. ૧ હજારની લાંચ લેવા અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં દ્વારકાની ખાસ એસીબી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

ખંભાળિયા તાલુકાના જુવાનપર ગામમાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા હસમુખપુરી રણછોડપુરી ગોસ્વામીએ એક આસામી પાસે ગ્રામ પંચાયત રેકર્ડમાં બે પ્લોટની ગામ નમૂનામાં નોંધ કરવા માટે લાંચ માંગ્યાની વર્ષ ૨૦૧૦માં જામનગર એસીબી કચેરીમાં ફરિયાદ થઈ હતી.

એસીબીએ છટકુ ગોઠવી આ અધિકારીને રૂ. ૧ હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા. ઉપરોક્ત કેસ દ્વારકાની ખાસ એસીબી અદાલતમાં ચાલી જતાં આરોપી તરફથી રોકાયેલા વકીલ પરેશ એમ. બુચ, સી.એમ. જોષીએ દલીલ કરી હતી કે, આરોપી સામેની ડીડીઓની મંજૂરી લેવાઈ નથી, મુદ્દામાલની નોટ પર ગુલાબી ડાઘા મળ્યા નથી, એક પંચને તપાસવામાં આવ્યા નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી હસમુખપુરી ગોસ્વામીનો છૂટકારો કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh