Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેસલિંગ પછી હવે રાજનીતિમાં મચાવશે ધૂમ...
નવી દિલ્હી તા. ૬: રેસલર વિનેશ ફોગાટ અને પુનિયા આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોઈ, રેસલિંગ પછી હવે રાજનીતિમાં ધૂમ મચાવશે.
હરિયાણા વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ વચ્ચે મજબૂત કુસ્તી ખેલાડીઓ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાથી તેઓ હવે રાજનીતિમાં ધૂમ મચાવશે.
ઘણાં સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે બંને મજબૂત રેસલર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. આ પહેલાં બંને રાહુલ ગાંધીને પણ મળ્યા હતાં.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો મુજબ વિનેશ ફોગટને દાદરીથી ટિકિટ આપવામાં આવી શકે છે. તે જ સમયે, બજરંગ પુનિયા બદલીથી ટિકિટ માંગી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તેમને આ બેઠકને બદલે કેટલીક જાટ પ્રભુત્વવાળી બેઠક પરથી ટિકિટ આપવાનું વિચારી રહી છે.
વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેમને ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે.
આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી પ ઓકટોબરે યોજાશે. જ્યારે ૮ મી ઓકટોબરે મતગણતરી હાથ ધરાશે, તેમને જણાવી દઈએ કે પહેલા આ તારીખ ૧ અને ૪ ઓકટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો હતો. આ પછાળનું કારણ આપતા પંચે સ્પષ્ટતા કરી હતી કે બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જુની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરૂ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે. રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા ૪૯૦ વર્ષથી સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
છેલ્લા અહેવાલો મુજબ વિનેશ ફોગાટે રેલવેમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રેલવેની સેવાઓને યાદગાર ગણાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial