Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય સરકાર તરફથી
વડોદરા તા. ૬: તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં શાળાઓના શૈક્ષણિક પ્રવાસો અચાનક સ્થગિત થવાથી શાળાઓ, વાલીઓ અને શૈક્ષણિક પ્રવાસ આયોજકો અનિશ્ચિતતાની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. અનેક શાળાઓએ આગામી સિઝન માટે વિવિષ શૈક્ષણિક પ્રવાસ આયોજકો સાથે વ્યવસ્થા કરી હતી, અને અચાનક નાયબ શિક્ષણ નિયામક, ગાંધીનગર દ્વારા આવેલ મનાઈ હુકમથી વાલીઓ, શિક્ષકો અને સંકળાયેલી એજન્સીઓમાં ગંભીર ચિંતા સર્જાઈ છે.
આ વર્તમાન પરિસ્થિતિને કારણે વાલીઓ પર ભારે નાણાકીય બોજ ઊભો થયો છે, જેઓ હવે નોંધપાત્ર કેન્સલેશન ફીનો સામનો કરી રહ્યા છે. શાળા પ્રવાસની મોસમ ઓકટોબરથી ડિસેમ્બર મહિના સુધી મર્યાદિત છે તે જોતાં, આ મુદ્દાનું સમયસર નિરાકરણ મહત્ત્વપૂર્ણ છે. જો આ મુદ્દો ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ તકો ગુમાવશે અને વાલીઓને અનિવાર્ય આર્થિક બોજો સહન કરવો પડશે. તદુપરાંત, સસ્પેન્શનની સીધી અસર શૈક્ષણિક પર્યટન ક્ષેત્રે કાર્યરત લોકોની આજીવિકા પર પડી છે, જેનાથી બેરોજગારીનો મુદ્દો વધુ વકરી રહ્યો છે.
આ પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, ગુજરાત એજ્યુકેશનલ ટૂર ઓપરેટર્સ એસોસિએશનના એક પ્રતિનિધિમંડળે તાજેતરમાં શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળે સસ્પેન્શનથી પ્રભાવિત શાળાઓ, વાલીઓ અને ટૂર ઓપરેટરોની ચિંતાઓ રજૂ કરી હતી તેમજ પ્રતિનિધિમંડળે તેમના બહોળા અનુભવને કારણે શિક્ષણ વિભાગને માર્ગદર્શિકા બનાવવામાં મદદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. ડો. ડીંડોરે પ્રતિનિધિમંડળને આ મુદ્દાનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. પ્રતિનિધિમંડળે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સાથે પણ મુલાકાત કરી, તેમની ચિંતા વ્યકત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial