Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જીએ મહાબચત ઉત્સવ ૧પમી સપ્ટેમ્બર-ર૦ર૪ સુધી લંબાવ્યો

અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના કારણે

મુંબઈ તા. ૬: નયારા એનર્જી મહાબચત ઉત્સવ ર૦ર૪ ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના લીધે ૧પ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી લંબાવ્યો છે.

નયારા એનરજીએ દેશભરમાંથી ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના પગલે તેની વાર્ષિક મહાબચત ઉત્સવ સ્કીમને દેશભરમાં ૧પ સપ્ટેમ્બર, ર૦ર૪ સુધી લંબાવી છે. આ ખૂબ જ લોકપ્રિય સ્કીમ જે ગ્રાહકો પેટ્રોલ પર રૂ.  ર,૦૦૦ કે તેનાથી વધુ ખર્ચ કરે તેમને ઊંચું મૂલ્ય આપે છે અને રૂ.  પ૦ ની ઈન્સ્ટન્ટ બચત મેળવી શકે છે. જ્યારે ૧પ૦૦ થી રૂ.  ૧૯૯૯ સુધી ખર્ચ કરનારા લોકો તમામ પાર્ટિસિપેટિંગ સ્ટેશન્સ ખાતેથી રૂ.  ૩૦ બચાવી શકે છે. આ પહેલ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરે છે અને માત્ર ડિજિટલ પેમેન્ટ માટે જ છે. નયારા એનર્જી ૬,પ૦૦ ફયુઅલ સ્ટેશન્સથી વધુનું વ્યાપક નેટવર્ક ધરાવે છે જે તેને ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ ફયુઅલ રિટેલર બનાવે છે. નેશનલ ક્રિકેટર કે એલ રાહુલ આ કેમ્પેઈનનો ચહેરો છે.

આ નવી ગ્રાહક પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે આ પહેલની સફળતા નયારા એનર્જીના ગ્રાહકો દ્વારા દર્શાવેલી અપ્રતિમ વફાદારી અને સપોર્ટ માટે તેની ગ્રહન પ્રશંસા વ્યકત કરે છે. નયારા એનર્જીના રિેટલ આઉટલેટ્સ ફ્રેન્ચાઈઝી અને ગ્રાહકો બંનેને અનોખા લાભો આપે છે અને હાઈવે, શહેરો, ગ્રામીણ વિસ્તારો તથા અંતરિયાળ વિસ્તારોમાં દેશભરમાં મજબૂત હાજરી ધરાવે છે તથા ભારતમાં મોબિલિટી અને કનેક્ટિવીટી વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

નયારા એનર્જી તેના રિટેલ આઉટ્લેટ્સમાં આનંદદાયક અનુભવ ઊભો કરવા માટે પ્રયત્નશીલ છે અને એનર્જી સેકટરમાં નવીનતા તથા ગ્રાહક આધારિત પહેલના શિરમોર રહે છે. કંપની નવીનતમ પ્રોગ્રામ્સ તથા ઓફરિંગ્સ સાથે ગ્રાહકોનો અનુભવ વધારવા માટે સતત પ્રયાસો કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh