Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને
જામનગર તા. ૬: યુવતીના ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર યુવકને જામનગર ૧૮૧ અભયમની ટીમે કાયદાનું ભાન કરાવ્યું હતું.
જામનગરમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેની મદદથી જામનગરની વધુ એક પીડિતને મદદ મળી છે. જામનગરની એક યુવતી દ્વારા ૧૮૧ મા ફોન કરી જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેણી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતી. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવકે સંબંધ રાખવાનું કહેતા તેણીએ ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતું કે તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વીડિયો વાયરલ કરીશ અને બ્લેકમેઈલ કરીશ કહી ડી.કે.વી. સર્કલ પાસે મળવા બોલાવી હતી, પરંતુ યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનની મદદ માગી હોવાથી જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવિયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેણીએ જણાવેલ કે તેમને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી, છતાં યુવક જબરદસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે, અને પીડિતા દ્વારા ના પાડતા ફોટા વીડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે.
યુવતી જ્યારે યુવકને મળવા ગયેલ ત્યારે ૧૮૧ અભયમ ટીમે વાન દૂર ઊભી રાખી અલગ અલગ સ્થળે ગોઠવાઈ ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ તેને પકડી પાડ્યો હતો. કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપી તેના ફોનમાંથી ફોટો વીડિયો ડિલિટ કરાવેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા સૂચન કરેલ. બાદમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં યુવતીને હેરાન નહીં કરૂ તેવી ખાતરી આપીને નંબર ડિલિટ કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી.
પીડિતા આગળ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોવાથી સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ આવ્યું હતું. અભયમની ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી યુવતીએ ટીમનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial