Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના ઈષ્ટદેવ લુણંગ ગણેશ દેવનું સ્થાનક ભાણવડ તાલુકાના ધુમલીમાં આવેલું છે જ્યાં લુણંગ ગણેશ ભગવાનનું મંદિર છે. આ મંદિરના સાંનિધ્યમાં આ વર્ષે પણ તા.૭-૯-૨૦૨૪ના ગણેશ ચોથ મહોત્સવ ઉજવવાનું આયોજન ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તા.૭-૯ના સવારે ૯:૩૦ વાગ્યે અન્નકૂટ દર્શન, ૧૧ વાગ્યે નૂતન ધ્વજારોહણ, બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદ થશે. મહાપ્રસાદ માટે શિવાભાઈ લાખીયા તથા કાંતિભાઈ નિંભર (ગાંધીધામ) તરફથી સહયોગ મળ્યો છે.
આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા રાણાભાઈ વારસાખીયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ, કિરણકુમાર એલ. ગડણ, જયંત વારસાખીયા, કે.ડી. જોડ, માલશીભાઈ ગોરડીયા, ગાંગાભાઈ માતંગ, ગિરીશભાઈ માતંગ, બાબુભાઈ જોડ, સતિષભાઈ ચુંયા, બાબુભાઈ વિંજોડા, સમિતિના સભ્યો, સમાજના મંડળો, ટ્રસ્ટો, આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial