Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત-લીલો દુષ્કાળ જાહેર કરવા માંગણી

કોંગ્રેસનું મામલતદારને આવેદન

જામનગર તા. ૬: જામજોધપુર તાલુકામાં અતિ ભારે વરસાદ હોય ખેડૂતોના પાકને નુકસાની એ અને જમીનનું ધોવાણ થતાં ભારે નુકસાન થયું હોવાથી લીલો દુષ્કાળ જાહેર કરવા તેમજ જામજોધપુર તાલુકામાં ઠેર ઠેર રોડ રસ્તાના પુલ વગેરેનું ધોવાણ થઈ ગયું હોય, જેનું તત્કાળ સમારકામ કરાવવા, ભારે વરસાદમાં પશુપાલકોનો માલઢોરના મૃત્યુ પામ્યા છે. જેમનું પણ સર્વે હાથ ધરી સહાય આપવાની માંગણી સાથે જામજોધપુર કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથિરીયા, જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ પી.આર. જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારીયા, પૂર્વપ્રમુખ શૈલષિગીરી ગોસ્વામી, માલધારી સમાજના રતાભાઈ ભરવાડ, ઓબીસી સમાજના માલદેભાઈ શીર, જામજોધપુર તાલુકા કિસાન સંઘના પ્રમુખ ગીરૂભા જાડેજા, જામજોધપુર તાલુકા લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજીભાઈ મહમદભાઈ સફીયા સહિત શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓએ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh