Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રૂડમાં ઘટાડો અને અમેરિકામાં મંદીની આશંકાથી વૈશ્વિક નેગેટીવ અસરો હેઠળ
મુંબઈ તા. ૬: અમેરિામાં મંદીની આશંકાથી થયેલી વૈશ્વિક અસરો હેઠળ ભારતીય શેરબજાર ધડામ દઈને પછડાયું હતું અને આ લખાય છે ત્યારે ૧૦૦૦ પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ તૂટ્યો છે. ક્રૂડના ઘટેલા ભાવની અસરો થતા વૈશ્વિક માર્કેટ પર થઈ છે.
આજે શેરબજાર ધડામ દઈને પછડાયું હતું અને પ્રારંભથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીએ જોર પકમ્યું છે. વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે આજે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો.
સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો હતો, જે ૧૦-૩પ વાગ્યે ૭૯૦.પ૬ પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પ૦ એ તેજી માટે અતિ મહત્ત્વની રપ,૦૦૦ ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે. માર્કેટ ખૂલતાની થોડી જ ક્ષણોમાં નિફ્ટી ર૬પ.૬પ પોઈન્ટ તૂટ્યો હતો. ૧૦-૩૭ વાગ્યે રર૮.૩૦ પોઈન્ટના ઘટાડે ર૪,૯૧૬.૮૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પ૦ મા સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી.
માત્ર પ સ્ક્રિપ્સ જ પોઝિટિવ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહી હતી. અન્યમાં ૩ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. પીએસયુ શેર્સમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ પ૯ શેર્સમાંથી માત્ર ૩ શેર્સ જીએમડીસી (ર.૩૮ ટકા), એનએલસી ઈન્ડિયા (૦.૪૧ ટકા), રાઈટ્સ (૦.૩૧ ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતાં. અન્ય તમામમાં મોટા ગાબડા જોવા મળ્યા હતાં.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા ઓઈલ કંપનીઓના શેર્સ તૂટ્યા છે. મઝગાંવ ડોક ૩.૩૩ ટકા, ઓઈલ ૩.પ૦ ટકા, આઈઓસી ૩.ર૮ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ટેલિકોમ ઈન્ડેક્સ આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં ૩.૪૩ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. જેમાં સૌથી મોટું ગાબડું દેશની ટોચની બીજા નંબરની ટેલિકોમ કંપની વોડાઆઈડિયાના શેર્સમાં (૧૩ ટકા) નોંધાયું છે.
આ ઉપરાંત ઈન્ડસ ટાવર પ.૮૦ ટકા, એમટીએનએલ ૩.૧૬ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસથી ટેલિકોમ ઈન્ડેક્સ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારોના કારણે માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. અમેરિકાના જોબ ડેટા નબળા રહેવાના અંદાજ સાથે આર્થિક મંદી વધવાની વકી નિષ્ણાતો આપી રહ્યા છે, જેના લીધે રોકાણકારો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેથી વિદેશી રોકાણકારો પણ વેચવાલી નોંધાવી રહ્યા છે.
બીજી તરફ સ્થાનિક સ્તરે આર્થિક સ્થિતિ મજબૂત છે. માર્કેટ છેલ્લા કેટલાક સમયથી સતત તેજી તરફ આગેકૂચ કરી રહ્યું હતું, જેના લીધે ઘણાં શેર્સ ઓવર વેલ્યૂએશન ધરાવી રહ્યા છે. વોલ્યૂમ પણ વધ્યા છે. પરિણામે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શન જોવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial