Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડનો લોકમેળો પુનઃ ધમધમતા નગરજનો ખુશ...

રાઈડ્સ સંચાલકોને તંત્ર તરફથી પરફોર્મન્સ લાયસન્સ મળી જતા

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાની મુદ્ત તા. ૧૧ સુધી લંબાવવાની મંજુરી આપવામાં આવ્યા પછી ગઈકાલે લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થતા હવે લોકો તા. ૧૧ સુધી મેળાની મોજ માણી શકશે. જામનગમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન ભારે વરસાદ થતા શ્રાવણી મેળો બંધ રહ્યો હતો. આથી તા. ૩ સુધીનો મેળો તા. ૧૧ સુધી લંબાવી દેવા માટે મહાનગરપાલિકાએ મંજુરી આપી હતી, પરંતુ રાઈડ્ઝ સંચાલકોએ જરૂરી લાયસન્સ મેળવવાના બાકી હોવાથી તા. ૪ ના મેળો બંધ કરાવાયો હતો. આખરે ગઈકાલ તા. પ ના રાઈડ્ઝ ધારકોએ જરૂરી લાયસન્સ મેળવી લીધા છે. આથી હવે લોકો તા. ૧૧ સુધી મેળો માણી શકશે. અમુક સ્ટોલની જગ્યા ખાલી થતા ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh