Advertisement
Author: નોબત સમાચાર

વિદેશમાં નોકરી તથા વીઝા અપાવવા લાલચ બતાવનાર શખ્સને થઈ સજા

ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ તથા દંડનો હુકમઃ

જામનગર તા. ૬: જામનગરના એક આસામીને વિદેશમાં જવા માટે વીઝા અને નોકરી અપાવી દેવાની લાલચ આપી એક શખ્સે રૂ. ૧ લાખ ૧૦ હજાર લીધા હતા અને તે પછી ઉપરોક્ત રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાના કેસમાં અદાલતે તેને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં વેદમાતા સ્કૂલ ૫ાસે રહેતા જીતેન્દ્ર નંદલાલ બુજડ નામના વ્યક્તિ વિદેશમાં નોકરી અપાવી અને વીઝા પણ કરાવી દેતા હોવાની જાણકારી મળતા અંબાજીના ચોકમાં રહેતા હીરેન શામજીભાઈ રાવતે જીતેન્દ્ર બુજડની ગુલાબનગર પાસે ક્રિષ્ના પાર્કમાં આવેલી ઓફિસે સંપર્ક કર્યાે હતો.

આ આસામીને કેનેડામાં નોકરી તથા વીઝા માટે રૂ. ૧ લાખ ૧૦ હજાર આપવાનું કહી જીતેન્દ્ર બુજડે પૈસા લઈ લીધા હતા અને તે પછી સંખ્યાબંધ ધક્કા પછી પણ વિદેશ જવાનું શક્ય ન બનતા હીરેન રાવતે પોલીસમાં અરજી કરી હતી.

તે પછી પોલીસ સ્ટેશનમાં સમાધાન કરી જીતેન્દ્રએ નોટરી સમક્ષનું લખાણ કરી હીરેનને તેની રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત આવતા હીરેને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જીતેન્દ્ર નંદલાલ બુજડને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ અસરફ જુણેજા, નિલય ઠાકર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh