Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપેણબંદર, મકનપરમાં પણ ઝડપાયો જુગારઃ
જામનગર તા. ૬: દ્વારકાના રૂપેણ બંદર, મકનપુર તેમજ કલ્યાણપુરના રાવલ, ભાટિયા અને ભોગાત ગામમાં પોલીસે જુગાર પકડવા પાડેલા પાંચ દરોડામાં ૨૦ શખ્સ ઝડપાયા છે, એક નાસી ગયો છે. પટમાંથી રોકડ, એક બાઈક સહિત કુલ રૂપિયા પોણા લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઓખામંડળમાં રૂપેણબંદર પાસે શાંતિનગરમાં બુધવારની રાત્રે જુગાર રમી રહેલા હનીફ દાઉદ રાડીયા, ઈમરાન સલીમ દુર્વેશ, આબીદ લાખાભાઈ લુચાણી, જાકુબ હુસેન ભેંસલીયા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૨૩,૬૦૦ કબજે લીધા છે.
દ્વારકાના મકનપુર ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા નાગરાજ વીધાભાઈ માતકા, દેવણ નાગરાજ માતકા, રામસંગભા આસપારભા માણેક નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. રૂઘળાભા ચુબુભા નામનો શખ્સ નાસી ગયો હતો. પટમાંથી રૂ. ૧૭૪૦૦ રોકડા અને એક બાઈક કબજે થયા છે.
કલ્યાણપુરના રાવલ ગામમાં બુધવારની રાત્રે તીનપત્તી રમતા ભરત અરશીભાઈ ગામી, લખમણ આલાભાઈ સોલંકી, રામશી પૂંજાભાઈ વાઘેલા, રામજી લાખાભાઈ વાઘેલા નામના ચાર શખ્સને પોલીસે પકડી રૂ. ૫૪૩૦ કબજે કર્યા છે.
ભાટીયામાં બુધવારની રાત્રે ગંજીપાના કૂટતા કેશુગર મોહનગર અપારનાથી, રમેશ ગોપાલભાઈ વાછાણી, નિખીલ રમેશભાઈ વાછાણી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૨૨૬૦ ઝબ્બે લીધા છે.
ભોગાત ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા કરણ જોધાભાઈ લુણા, સહદેવસિંહ દિલુભા વાઢેર, રાજાભાઈ જીવાભાઈ રૂડાચ, નાગડાભાઈ પાલાભાઈ લુણા, દેવાણંદ મૂળુભાઈ લુણા, ખેરાજભાઈ વરજાંગભાઈ રૂડાચ નામના છ શખ્સને પોલીસે રૂ. ૬૭૦૦ સાથે પકડી લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial