Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી, સાંસદ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૬: ખંભાળિયા પંથકમાં રાત્રિ મેળા તરીકે વર્ષોથી સુપ્રસિદ્ધ શિરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યામાં યોજાતા ચાર દિવસીય લોકમેળાનો આજથી આંરભ થઈ રહ્યો છે.
આજે સાંજે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા તથા મેળો શરૂ કરનાર ગોવા પટેલ સતવારા પરિવારના હીરાભાઈના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ લોકમેળામાં રાઈડ્સવાળાઓએ ગુજરાત સરકારની એસઓપી મુજબ વિવિધ સાતેક જેટલા વિભાગો પાસેથી એનઓસી સાથે પ્રાંત અધિકારી પાસેથી પરફોર્મન્સ લાયસન્સ લેવાની પ્રક્રિયા હજુ પણ પૂર્ણ થઈ નથી, જો કે આજે સવારે ૧૧ વાગ્યાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ જરૂરી પ્રમાણપત્રો રજૂ કરનારાઓને સત્વરે લાયસન્સ મળે તે માટે રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ તંત્રને સૂચના આપી છે.
લોકમેળાનું આયોજન શક્તિનગરના સરપંચ પૂનમબેન નકુમ તથા ઉપસરપંચ હેતલબા જાડેજાએ કરી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ લોકમેળો ખંભાળિયા શહેર તથા પંથકમાં રાત્રિ મેળો તરીકે સુપ્રસિદ્ધ છે અને લોકો સવાર સુધી મહાલતા રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial